Q2 FY24 ના પ્રદર્શન પર ટિપ્પણી કરતા, BFILના મેનેજમેન્ટ ટીમે જણાવ્યું હતું કે,”બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ લિ. ને પોતાના નાણાકીય અને વ્યવસાયિક કામગીરી વિષયે જાહેર કરતા હર્ષ છે કે આ ક્વાર્ટરમાં અમે અમારા કામગીરીમાંથી આવકમાં નોંધપાત્ર 130% વૃદ્ધિ સાથે, અત્યાર સુધીની સૌથી વધુ આવક હાંસલ કરી છે. અમારું આવક FY23 ના Q2 માં રૂ 605.56 મિલિયન હતું જે હવે વધીને FY24 ના Q2 માં રૂ.1,392.25 મિલિયન થયું છે. આ વૃદ્ધિનું શ્રેય અમારા વિસ્તૃત ઉત્પાદન પોર્ટફોલિયોને આપી શકાય, જેમાં અમારા દ્વારા હેવી-ડ્યુટી ક્રેન્કશાફ્ટની રજૂઆત અને સાથે સાથે ઓટોમોટિવ, લોકોમોટિવ્સ, સંરક્ષણ, તેલ અને ગેસ, રેલ્વે, દરિયાઈ, પ્રોટોટાઇપ્સ અને વધુ જેવા ઉદ્યોગોની વિશાળ શ્રેણીમાં અમારા ઉત્પાદનોની વધેલી માંગનો સમાવેશ છે. અમારું EBITDA 719% વધ્યું છે અને અમારા માર્જિન્સ FY23 ના Q2 માં 6.07% થી Q2 FY24 માં 21.64% સુધી સુધર્યું છે, કારણ કે અમારા કામગીરીના સ્કેલમાં વધારો થયો છે, ઉચ્ચ માર્જિન ઉત્પાદનોમાંથી ફાળો વધ્યો છે અને નવા OEM ના ગ્રાહક પણ અમે ઉમેર્યા છે. કંપનીના PAT માર્જિન Q2 FY23 માં 7.97% હતો જે હવે વધીને થી Q2 FY24 માં 16.71% સુધી થયો છે.”
H1 કામગીરીના સંદર્ભમાં, કંપનીના આવક 127% વધીને H1 FY24 માં રૂ. 2,516.09 મિલિયન થયું છે જેની સરખામણીમાં H1 FY23 માં આ આવક રૂ. 1,109.52 મિલિયન હતું. EBITDA 472% વધ્યું છે જે H1 FY23 માં 90.89 મિલિયન હતા અને હવે H1 FY24 માં રૂ. 520.21 મિલિયન થયું છે. અમારા માર્જિન્સ પણ H1 FY23 માં 8.19% થી વધીને H1 FY24 માં 20.68% થયું છે. PAT 227% વધીને રૂ. H1 FY24 માં 399.40 મિલિયન થયું છે જે H1 FY23 માં રૂ.122.૨૩ મિલિયન હતા. અમારા માર્જિન H1 FY23 માં 11.02% હતા જે હવે સુધરીને H1 FY24 માં 15.87% થયું છે.
બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજમેન્ટે વધુમાં ટિપ્પણી કરી, “અમને અમારા કાર્યકારી મૂડીના દિવસોમાં નોંધપાત્ર સુધારો જાહેર કરતાં આનંદ થાય છે જે 31મી માર્ચ’23ના રોજના 177 દિવસથી વધીને 30મી સપ્ટેમ્બર’ 23ના રોજ 135 દિવસમાં થયો છે. આ મુખ્યત્વે અમારી ક્રેડિટ કંટ્રોલ પ્રક્રિયાઓને ઑપ્ટિમાઇઝ કરવાના પ્રયાસો અને સ્વસ્થ ગ્રાહક સંબંધોને જાળવી રાખવાનો અમારો પ્રતિબદ્ધતા નું પરિણામ છે જેથી દેવાદારના દિવસોમાં ઘટાડો થયા છે.”
મેનેજમેન્ટ અધિકારીઓ એ વધુમાં જણાવ્યું હતું કે, “Capex ના મોરચે, કર્ણાટકના બેલગામમાં અમારી નવી સંપાદિત 13 એકર જમીન પર અમારી મશીનિંગ ક્ષમતાને 14,000 ટન વધારવાની અમારી યોજના સારી રીતે આગળ વધી છે. આ સુવિધાની કામગીરી FY24 ના Q4 થી શરૂ થવાની અપેક્ષા છે જે અમને વધુ સારી અનુભૂતિ અને માર્જિન ધરાવતી ભારે અને વધુ જટિલ ક્રેન્કશાફ્ટનું ઉત્પાદન કરવામાં સક્ષમ બનાવશે.”
“આગળ, જેમ જેમ અમારા કંપની વિકસિત થઈ રહ્યા છીએ, તેમ તેમ અમે સંરક્ષણ અને રેલ્વે ઉદ્યોગમાં ઘણા બધા ગ્રીન-શૂટના સાક્ષી બન્યાછીએ. BFIL માટે આ બાબત નોંધપાત્ર વૃદ્ધિની તક રજૂ કરે છે, કારણ કે અમે અમારી બ્રાન્ડ અને R&D કુશળતાનો લાભ ઉઠાવીને આ ક્ષેત્રોમાં અમારા પદચિહ્નોને વિસ્તૃત કરવાનું ચાલુ રાખીએ છીએ. આ ઉપરાંત, અમે નવા પ્રદેશોમાં અમારી પહોંચ વધારી રહ્યા છીએ અને એક સંપૂર્ણ સંકલિત કંપની બનવાના અમારા પ્રયાસને સમર્થન આપવા માટે પ્લાન્ટ અને મશીનોના સંપાદનનું સક્રિયપણે મૂલ્યાંકન કરી રહ્યા છીએ જે અમને અમારા ઉત્પાદન પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા અને અમારી કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને માર્જિનને વધારવા માટે સક્ષમ બનાવશે.”
“છેલ્લે, અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં સાનુકૂળ મેક્રો ઇકોનોમિક વલણોના સાથે અમારી આગામી ક્ષમતા વિસ્તરણ યોજનાઓ, અમને ટકાઉ આવક વૃદ્ધિ અને વધુ સરપ્લસ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો કરશે. અમે અમારા કર્મચારીઓને તેમના અથાક પ્રયાસો માટે અને અમારા રોકાણકારો/હિતધારકોને તેમના સતત સમર્થન અને પ્રોત્સાહન માટે આભાર માનીએ છીએ.”