ગુરૂગ્રામ : સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ (સેમ્બકોર્પ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડે (GIWEL) મધ્ય પ્રદેશના શાજાપુરમાં તેના સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ માટે SMS બેસ્ટ CSR ઇમ્પેક્ટ એવોર્ડ મેળવ્યો છે. આ પ્રોજેક્ટના માધ્યમથી સ્થાનિક ખેડૂતોએ ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવી અને તેમની આવકમાં લગભગ 25થી 30 ટકાનો વધારો કર્યો.
આ એવોર્ડ ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડ (GIWEL)ને SMS CSR લીડરશિપ સમિટ એન્ડ એવોર્ડ્સ 2023માં એનાયત કરવામાં આવ્યો હતો. એચએસએસઈ અને સીએસઆરના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ શ્રી સંજીવ કુમાર અને સેમ્બકોર્પ ઈન્ડિયાના ઈન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ શ્રી સૌરવ દાસને ઈવેન્ટના ગેસ્ટ ઓફ ઓનર – ટેકનિકલ એજ્યુકેશનના ડિરેક્ટર અને આંધ્ર પ્રદેશ સરકારના સ્ટેટ બોર્ડ ઑફ ટેક્નિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગના ચેરપર્સન શ્રીમતી સી. નાગરાણી (આઈએએસ) અને ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશનના ડિજિટલ ઈન્ડિયા ભાશિની વિભાગના સીઈઓ શ્રી અમિતાભ નાહીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સેમ્બકોર્પની પહેલે શાજાપુરમાં 530થી વધુ પરિવારોની આજીવિકા પર સકારાત્મક અસર પેદા કરી છે. સ્થાનિક ખેડૂતો, યુવાનો અને મહિલાઓને ટકાઉ કૃષિ પદ્ધતિઓ, શૈક્ષણિક કાર્યક્રમો અને કૌશલ્ય વિકાસ તાલીમનો લાભ મળ્યો છે. વિવિધ સ્થાનિક હિતધારક જૂથોના સાથ સહકારના માધ્યમ થકી કંપની સામુદાયિક પહેલ પર કામ કરે છે, જે તેના સંચાલન ક્ષેત્રોમાં અને તેની આસપાસના સમુદાયો પર સકારાત્મક અસર લાવે છે.
ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડ ભારતમાં અગ્રણી રિન્યુએબલ પાવર ઉત્પાદક છે, જે અઢાર રાજ્યોમાં ઉપસ્થિતિ સાથે 3 ગીગાવોટ કરતાં વધુ પવન અને સૌર અસ્કયામતો (વિકાસ હેઠળની અસ્કયામતો સહિત)નો પોર્ટફોલિયો ધરાવે છે.