અમદાવાદ : Diva Eye Institute જે આંખની સંભાળ માટે એક શ્રેષ્ઠતાનું કેન્દ્ર છે અને એક જ છત નીચે અત્યાધુનિક વ્યાપક સેવાઓ પૂરી પાડે છે, એમને આજે વિશ્વ દૃષ્ટિ દિવસ ૨૦૨૩ના નિમિત્તે એક ખાસ ઉજવણી અને પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. વિશ્વ દૃષ્ટિ દિવસ એ એક વાર્ષિક ઇવેન્ટ છે જે ઓક્ટોબર માહના બીજી ગુરુવારે યોજવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં દ્રષ્ટિની ક્ષતિ અને અંધત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ઓક્ટોબરમાં યોજનારી આ દિવસ આ વર્ષ 2023માં 12th ઓક્ટોબર, 2023 ના રોજ ઉજવામાં આવશે. આ દિવસનો પ્રાથમિક ધ્યેય વૈશ્વિક આંખના સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો અને આંખના સ્વાસ્થ્યને મૂળભૂત માનવ અધિકાર તરીકે પ્રોત્સાહન આપવાનો પણ છે. આ દિવસ ગુણવત્તાયુક્ત આંખની સંભાળ સેવાઓની ઍક્સેસ, અંધત્વની રોકથામ અને આંખની સ્થિતિની સારવાર વિશે પણ વાત કરે છે.
World sight day 2023 ની ઉજવણી કરતી વખતે, ર્ડો. દીપેન દેસાઈ – M.S (OPHTH) | FSVH (જર્મની), મોતિયા, રીફ્રેક્ટિવ, ગ્લુકોમા, સ્ક્વિન્ટ, મેડિકલ રેટિના એક્સપર્ટ, ઓનરરી ઓપ્થેલ્મિક સર્જન, ભૂતકાળના અધ્યક્ષ – સાયન્ટિફિક કમિટી, ગુજરાત ઓપ્થેલ્મિક સોસાયટી અને ડિરેક્ટર, દિવા આઇ ઇન્સ્ટિટ્યૂટ – સેન્ટર ઑફ એક્સેલન્સ એ જણાવ્યું હતું કે, “છેલ્લા 100 વર્ષથી અને 4 પેઢીઓથી, અમે દિવા આઇ ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત રાજ્યમાં આંખની સંભાળ માટેના એક શ્રેષ્ટતમ કેન્દ્રોમાંનું એક ઇન્સ્ટિટ્યૂટ તરીકે વિકસાવ્યું છે અને એમની ખાતરી કરવા માટે અમે કોઈ કસર બાકી રાખી નથી. અમારો ઉદ્દેશ્ય તબીબી પ્રગતિ, નિદાન અને સારવારમાં અદ્યતન દર્દીની સંભાળ સાથે વૈશ્વિક સમુદાયને સેવા આપવાનો છે.”
મીડિયા બ્રીફિંગ સત્ર દરમિયાન હાજર, ર્ડો. વિવાન દેસાઈ, એમ.એસ. (Ophth), FICO, RO AIIMS, મોતિયા અને રીફ્રેક્ટિવ સર્જરી નિષ્ણાત, ર્ડો. અલીશા દેસાઈ, DNB અરવિંદ આઈ કેર સિસ્ટમ, FICO, LVPEI ખાતે લોન્ગ ટર્મ કોર્નિયા ફેલોશિપ, કોર્નિયા અને ઓક્યુલર સરફેસ ડિસીઝના નિષ્ણાત અને ડૉ. અંજસી દેસાઈ, એમ.એસ. (Ophth), FNERF, Vitreo-retinal & Uvea સ્પેશિયાલિસ્ટ, એ શેર કર્યું હતું કે, “હંમેશાં નિપુણતા અને ટેક્નોલોજીમાં નવીનતમ પ્રદાન કરવાના અમારા મિશનને ધ્યાનમાં રાખીને, અમારા આ નવા અદ્ધતન કેન્દ્રમાં આઈ કેર માટે વિશ્વ કક્ષાના તમામ અત્યાઆધુનિક સાધનો છે. આ કેન્દ્રનું આયોજન ઝીણવટપૂર્વક કરવામાં આવ્યું છે, જેથી આંખની સંભાળના તમામ પાસાઓ એક છત નીચે આવરી લેવામાં આવે. કૌશલ્યો અને ટેક્નોલોજીનું સતત અપગ્રેડિંગ દિવા આઈ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવે છે અને આજે અમે વિશ્વની શ્રેષ્ઠ મશીનો પર નંબર દૂર કરવાના તમામ વિકલ્પો માટે અમદાવાદનો એકમાત્ર સંપૂર્ણ રીફ્રેક્ટિવ સ્યુટ છીએ.”
આજે દિવા આઇ ઇન્સ્ટિટ્યૂટ એ ગુજરાતની પ્રથમ આંખની હોસ્પિટલોમાંની એક અને ભારતમાં જાહેર કે ખાનગી ક્ષેત્રની કેટલીક એવી આઈ હોસ્પિટલોમાંની એક છે જેને NABH સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યા છે.