દેશમાં સૌથી ઝડપી શરૂઆતમાંથી એક તરીકે એરટેલ 5G પ્લસ હવે સર્વ 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. બિહારમાં નયનરમ્ય બાલીથી લઈને ઓડિશામાં ઐતિહાસિક કટક સુધી, ઝારખંડમાં નાનામાં નાના રામગઢ જિલ્લાથી રાજસ્થાનમાં વાઈલ્ડલાઈફ પ્રેમીઓની ધરતી બિશ્નોઈ સુધી, કેરળનાં નિર્મળ સેરાઈથી કાશ્મીરનાં હરિયાળાં ગામો સુધી એરટેલના ગ્રાહકો હવે ડિજિટલ સુપરહાઈવે પર છે અને અત્યંત ઝડપી સ્પીડ્સ માણી રહ્યા છે. આ સિદ્ધિ વિશે બોલતાં ભારતી એરટેલના સીટીઓ રણદીપ સેખોને જણાવ્યું હતું કે, “અમે અમારા લાખ્ખો ગ્રાહકો દ્વારા 5G તેજ ગતિથી અપનાવવામાં આવ્યું તેનાથી રોમાંચિત છીએ અને નિયોજિત કરતાં વધુ વહેલા આ સિદ્ધિએ પહોંચ્યા છીએ. આ એરટેલ 5Gના કવરેજમાં મોટું વિસ્તરણ છે, જે 2022ના ઓક્ટોબરમાં 1 મિલિયનથી લોન્ચના ફક્ત 12 મહિનામાં 50 મિલિયને પહોંચ્યું છે. આ વિસ્તરણ તેજ ગતિથી ચાલુ છે અને મને ખાતરી છે કે અમે રાષ્ટ્રવ્યાપી કવરેજ માટે કામ કરીશું તેમ તેમાં ઝડપથી ગુણાંક થશે અને અમારા બધા ગ્રાહકો 5G યુગમાં પ્રવેશ કરશે.”
એરટેલ 5G પ્લસના લોન્ચના 1 વર્ષમાં ભારતની અગ્રણી દૂરસંચાર સેવા પ્રદાતામાંથી એક ભારતી એરટેલ (“Airtel”) દ્વારા તેના નેટવર્ક પર 50 મિલિયનથી વધુ અજોડ 5G ગ્રાહકો જોડાયા છે એવી ઘોષણા કરવામાં આવી છે. કંપનીએ એવી પણ ઘોષણા કરી છે કે એરટેલ 5G પ્લસ સેવાઓ દેશના બધા જિલ્લાઓમાં ઉપલબ્ધ છે.