આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવમાં સતત થઇ રહેલા વધારાની સીધી અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની કોઇ શક્યતાઓ જોવા નથી મળી રહી. શુક્રવારે પેટ્રોલના ભાવ કેટલાક શહેરમાં સપ્ટેમ્બર 2013 બાદ સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયું છે.
ડીઝલના ભાવ પણ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. શુક્રવારે દિલ્હીમાં જ્યાં એક લીટર પેટ્રોલ માટે લોકોએ 74.08 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ત્યારે ડીઝલનો ભાવ 65.31 રૂપિયા થઇ ગયા છે.
જો કે, કોલકતા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવને 76 રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. શુક્રવારે કોલકતામાં જ્યાં એક લીટર પેટ્રોલ માટે 76.78 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. ત્યારે ચેન્નઇમાં તે 76.85 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. મુંબઇમાં એક લીટર પેટ્રોલ માટે 81.93 રૂપિયા લોકોએ ચુકવવા પડે છે. જયારે ડીઝલની વાત કરીએ તો તે પણ 65નો આંકડો પાર કરી ચુક્યા છે. દિલ્હીમાં એક લીટર ડીઝલ 65.31 રૂપિયા મળી રહ્યા છે. કોલકતામાં લોકો એક લીટર ડીઝલ માટે 68.01 રૂપિયા આપી રહ્યા છે. જ્યારે ચેન્નઇમાં 68.90 અને મુંબઇમાં 69.54 રૂપિયા એક લીટર ડીઝલ મળી રહ્યુ છે.