વેંકેટેશ નાયક ઓફ ધ કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિએટીવ(સીએચઆરઆઇ) એવા એક સ્વૈચ્છિક જૂથ દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે એનપીઓના બોજ હેઠળ દબાયેલી અને કેન્દ્રીય એજન્સીઓની તપાસનો સામનો કરી રહેલી સરકારી બેંકો માહિતી અધિકાર કાયદા(આરટીઆઇ) હેઠળ કરાયેલી અરજીઓને ફગાવી દેવામાં અગ્રેસર છે કુલ આરટીઆઇ અરજીઓ પૈકી ૯ ટકા અરજીઓ આરબીઆઇ સહિતની ૨૬ સરકારી બેંકોને મળી હતી.
તેઓના સર્વે મુજબ ૨૦૧૬-૧૭મા સરકારી બેંકોને ૮૬,૦૦૦ આરટીઆઇ અરજીઓ મળી હતી. સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ(હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મર્જ) દ્વારા સૌથી વધુ ૭૧ ટકા આરટીઆઇ અરજીઓ ફગાવવામાં આવી હતી. આરટીઆઇ અરજીઓ ફગાવી દેવાનું પ્રમાણ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં ૫૦ ટકા, કોર્પોરેશન બેંકમાં ૪૭.૩ ટકા, આંધ્ર બેંકમાં ૪૫.૯ ટકા, દેના બેંકમાં ૪૦ ટકા, કેનેરા બેંકમાં ૪૦ ટકા અને પીએનબીમાં ૩૩ ટકા હતું. આરબીઆઇએ પણ અન્ય કેટેગરીનું કારણ આપીને ૫૭ ટકા આરટીઆઇ અરજીઓ ફગાવી દીધી હતી. માત્ર ઇન્ડિયન બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક પણ આરટીઆઇ અરજી ફગાવી દેવામાં આવી ન હતી.