સુરત શહેરની અમૃતમ સંસ્થા દ્વારા ૩૦માં મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે . સુરતમાં અમૃતમ સંસ્થા દ્વારા મધર મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૫૦ જેટલી ધાત્રી માતાઓએ દૂધ ડોનેટ કર્યું હતું. જરૂરિયાત મંદ નવજાત બાળકોને પૌષ્ટિક દૂધ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે, જ્યારે દેશભરમાં વિવિધ લોક સેવાના કાર્યનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરત શહેરના સીટીલાઈટ ખાતે આવેલ અગ્રેસર ભવન ખાતે અમૃતમ સંસ્થા દ્વારા આયોજિત મિલ્ક ડોનેટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાત્રી માતાઓએ મિલ્ક ડોનેટ કરી સેવાનું કાર્ય કર્યું હતું. ૨૦૦૮થી અમૃતમ સંસ્થા સ્મીમેર હોસ્પિટલની સાથે મળીને આ મધર મિલ્ક ડોનેશન કેમ્પ કરતા આવી રહી છે. અત્યાર સુધી ૮,૨૧,૫૫૦ મિલી લિટર દૂધ એકત્રિત કરવામાં આવ્યું છે. અને બોર્ડ ૧,૫૦,૦૦૦ નવજાત જરૂરિયાતમંદ બાળકોને આ દૂધ પહોંચાડવામાં આવ્યું છે. આ પૌષ્ટિક દૂધ નવજાત બાળકોને તેમની સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. પ્રધાનમંત્રીના જન્મદિવસે ૧૫૦ જેટલી ધાત્રી માતાઓએ દૂધ ડોનેટ કર્યું હતું. આ દૂધ જરૂરિયાત મંદ નવજાત બાળકોને વિનામૂલ્યે આપવામાં આવશે.

Share This Article