જેનર– હોરર કોમેડી
ડિરેક્ટર– ફરાઝ હૈદર
પ્લોટ– આ એક એવી ફિલ્મ છે જે ડરાવે છે ઓછુ અને હસાવે છે વધારે.
સ્ટોરી– ફિલ્મમાં અભય દેઓલ એક ગુંડો છે અને તેનુ નામ આનંદ ઉર્ફે નાનુ હોય છે. તે લોકોના ઘર ખાલી કરાવવાનું કામ કરતો હોય છે. તેનો એક મિત્ર આ કામમાં તેની હેલ્પ કરે છે. આ ફિલ્મ આમ તો હોરર- કોમેડી છે પરંતુ ફિલ્મ તમને ડરાવશે ઓછુ અને હસાવશે વધારે. એક દિવસ નાનુ સાથે અજીબ ઘટના ઘટે છે. તેના ઘરમાં ભૂત રહેવા આવી જાય છે અને નાનુ સાથે તેને પ્રેમ થઇ જાય છે. તે ભૂત પત્રલેખા હોય છે. એક પછી એક ઘટના બને છે અને ખુબ કોમેડી થાય છે. નાનુના માતા-પિતા પણ તે ડાકણ સાથે લગ્ન કરાવવા તૈયાર થઇ જાય છે અને આગળ શું થાય છે તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.
એક્ટિંગ– હંમેશાની જેમ અભય દેઓલની એક્ટિંગ દમદાર છે. ફિલ્મમાં પત્રલેખાનો રોલ નાનકડો જ છે પણ તેણે ખુબ સુંદર એક્ટિંગ કરી છે. મનુ ઋષિ એ ખુબ સારી એક્ટિંગ કરીને દર્શકોને હસાવ્યા તો છે જ તે સિવાય ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે.
ડિરેક્શન– ફિલ્મનું ડિરેક્શન ખાસ દમદાર નથી. ફિલ્મમાં ઘણા સીન એવા છે જેનાથી દર્શકો પેટ પકડીને હસશે, પરંતુ ક્લાઇમેક્સને હજૂ વધારે સ્ટ્રોંગ બનાવી શક્યા હોત.
સંગીત– ફિલ્મનું સંગીત ખાસ નથી, પરંતુ ફિલ્મમાં બિગ બોસની કનટેસ્ટન્ટ રહી ચૂકેલી સપના ચૌધરીનું એક સોંગ છે.
ફિલ્મ જોવી કે નહી– જે લોકો ખુબ બિઝી હોય છે તેમણે સમય કાઢીને આ ફિલ્મ ચોક્કસ જોવી જોઇએ, જેથી તેઓ હસી શકે અને ફ્રેશ થઇ જાય. દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઇએ.