વિશ્વની સૌથી મોટી સંકલિત હેલ્થકેર (આરોગ્યસંભાળ) પૂરી પાડતી Apolloએ પોતાના વિશિષ્ટ કનેક્ટેડ (જોડાયેલ) સંભાળ પ્રોગ્રામ Apollo Connectની ભારતભરમાં વિસ્તરણ કરવાની આજે ઘોષણા કરી હતી. આ સાથે Apollo ભારતમાં સૌથી મોટી જોડાયેલી હેલ્થકેર વ્યવસ્થાનું સર્જન કરવાનો હેતુ ધરાવે છે, જેના મહાનગરો અને મહાનગરો સિવાયની દ્વારા હોસ્પિટલ્સ અને નર્સીંગ હોમ્સ દ્વારા ઉમદા અને ચડીયાતી દર્દી સંભાળ પૂરી પાડવા માટે સશક્ત બનાવશે. આ જોડાયેલ સંભાળ ભાગીદાર સાથે નોંધપાત્ર ફાયદાનું સર્જન કરવા માટે, Apollo Connectએ eICU, નિદાન, સર્જિકલ કન્સલ્ટેશન્સ, રિમોટ મોનીટરીંગ, ક્લિનીકલ અને ગુણવત્તા તાલીમ જેવી સેવાઓ તેમજ ભારતભરમાં માન્યતા સહાયનો પણ પ્રારંભ કર્યો છે.
સહયોગ દ્વારા તંદુરસ્ત જોડાયેલ સંભાળ ભાગીદાર ઊભા કરીને Apollo Connect છેલ્લે સુધી દર્દીના ઍક્સેસ, પોષણક્ષમતા અને અનુભવમાં સુધારો કરીને હેલ્થકેર વ્યવસ્થાને વધુને વધુ મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે. આ પ્રોગ્રામ દ્વારા Apolloની ભાગીદાર હોસ્પિટલો દર્દીઓને જે સેવાઓ ઓફર કરે છે તેવી સેવાઓમાં વધારો કરવા માટે સક્ષમ બનશે, ચડીયાતા ક્લિનીકલ પરિણામો હાંસલ કરવામા, દર્દીઓને જાળવી રાખવામાં સુધારો કરવામાં, ખર્ચ બચાવવામાં અને બિઝનેસ પર્ફોમન્સને વધુ મજબૂત બનાવવામાં સમર્થ બનશે. Apollo Connect વધુમાં નજીકમાં હોસ્પિટલો અને નર્સીંગ હોમ્સ પૂરા પાડવાનું પણ વચન આપે છે જેથી દર્દીઓને તેમને જરૂરી ગુણવત્તાયુક્ત હેલ્થકેરનો લાભ મેળવી શકે, ઘરની રજીક રહી શકે અને મુસાફરી અને હેરફેકના નાણાંકીય બોજમાં ઘટાડો કરી શકે.
પ્રોગ્રામના ઉદ્દેશ પર ટિપ્પણી કરતા Apolloના સ્થાપક અને ચેરમેન ડૉ. પ્રતાપ સી. રેડ્ડીએ જણાવ્યુ હતુ કે, “સંભાળ પૂરૂ પાડનાર તરીકે સહયોગ સાધવો અને એકબીજાને મદદ કરવી તે અમારા માટે આવશ્યક છે જેથી ગુણવત્તાયુક્ત સંભાળમાં ઍક્સેસના અભાવે કોઇ પણ વ્યક્તિ માંદી ન રહે તેની ખાતરી કરી શકાય. આ પ્રતિબદ્ધતા સાથે અમે અમે Apollo Connect પ્રોગ્રામની રચના કરી છે, આ ચડીયાતી સંભાળ અને દર્દીઓને ઘરની નજીક રાખવા માટે હેલ્થકેર પૂરી પાડનારાઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને હેલ્થકેરની રચના કરવાની આ પહેલ છે. ભારતની સૌથી મોટી હોસ્પિટલ ચેઇનની રચના અને ચલાવવામાં આવે છે ત્યારે અમે હેલ્થકેર વાસ્તવિકતાઓ અને પડકારોને અમે સમજીએ છીએ અને અમે Apollo કનેકેટ્ની રચના કરી છે જેથી હોસ્પિટલ્સ અને નર્સીંગ હોમ્સને તેમની ઓપરેશનલ અને બિઝનેસ કાર્યક્ષમતામાં Apollo તરફથી અપવાદરૂપ સેવા ટેકા મારફતે સહાય કરી શકાય. સહયોગ અને ઘણું શક્તિશાળી સાધન છે અને અમે માનીએ છીએ કે એક સાથે આવવાથી અમે ખરેખર ભારતની હેલ્થકેર વ્યવસ્થાને મજબૂત બનાવી શકીએ છીએ અને પ્રત્યેક વ્યક્તિ તેમને જરૂરી ટેકો મેળવે તેની ખાતરી રાખી શકીશું.”
છેલ્લાં બે વર્ષથી, Apolloએ સમગ્ર ભારતમાં વિશેષ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ સાથે Apollo Connectનો શુભારંભ કરી રહ્યું છે અને સમગ્ર બોર્ડમાં તેને અપાર સફળતા મળી છે – દાખલા તરીકે, મુરાદાબાદમાં એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે સહયોગમાં પોતાની ઇન-હાઉસ લેબોરેટરીની સ્થાપના કરી છે. Apollo ડાયગ્નોસ્ટિક્સ સાથે, છત્તીસગઢમાં એક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલે Apolloની eICU સેવા સાથે ભાગીદારીમાં ICU ઓક્યુપન્સીમાં 50% વધારો કર્યો છે; બેંગ્લોરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન Apolloની ક્રિટિકલ કેર ટીમની વારંવારની તાલીમ અને કન્સલ્ટન્સ દ્વારા વધુ જટિલ કટોકટીના કેસો લેવા સક્ષમ છે.
Apolloના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ જણાવ્યું હતું કે, “શરૂઆતથી, અમે શ્રેષ્ઠ હેલ્થકેર ઉકેલોનું નિર્માણ કરીને અને પ્રદાન કરીને ભારતને સ્વસ્થ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા માટે Apollo Connect એ તે દિશામાં વધુ એક પગલું છે જ્યાં અમે દર્દીઓને શક્ય તેટલી નજીકની ગુણવત્તાયુક્ત હેલ્થકેરનો લાભ ઉઠાવવામાં મદદ કરીએ છીએ, જેમાં કટોકટી સમયેની સંભાળ, નિદાન, રિમોટ મોનિટરિંગ તેમજ સર્જિકલ કન્સલ્ટન્સનો સમાવેશ થાય છે, પરંતુ તે પૂરતો મર્યાદિત નથી. દરેક હોસ્પિટલ અને નર્સિંગ હોમ એ હેલ્થકેર ઇકોસિસ્ટમ માટે વધુ દર્દીઓ સુધી પહોંચવાની અને વધુ જીવન બચાવવાની તક છે. અમને વિશ્વાસ છે કે આ સંસ્થાઓને સશક્ત કરીને, અમે ભારતમાં વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ પ્રણાલીનું નિર્માણ કરવામાં સક્ષમ થઈશું જ્યાં દરેકને શ્રેષ્ઠ સારવાર માટેની શ્રેષ્ઠ સુવિધાઓ અને તકો ઉપલબ્ધ હશે. અમે એકસાથે આવતા ઇકોસિસ્ટમની શક્તિમાં ખરેખર વિશ્વાસ કરીએ છીએ અને અમે આને વાસ્તવિકતા બનાવવા માટે વધુ દૂર સુધી જવા માટે તૈયાર છીએ.”
Apollo Connect તેની ભાગીદાર હોસ્પિટલોને લાભોના ચાર મુખ્ય ક્ષેત્રોમાં બહુવિધ સેવાઓ પ્રદાન કરે છે – આવકમાં વધારો કરવો અને ખર્ચની બચત, વ્યૂહાત્મક વ્યવસાય સપોર્ટ, દર્દીની જાળવણી અને તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમો અને અભ્યાસક્રમોને સહાય કરવા માટે શ્રેષ્ઠ સંભાળ માર્ગદર્શિકા પ્રદાન કરવી.