વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ માટે દક્ષિણ આફ્રિકામાં છે. દરમિયાન આ સંગઠનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજેર્ન્ટિના, ઈરાન, ઈજીપ્ત, ઈથોપિયા, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત તેના નવા સભ્યો બન્યા છે. જાન્યુઆરી ૨૦૨૪ થી, આ દેશો બ્રિક્સના સત્તાવાર સભ્ય બનશે. બ્રિક્સના સભ્યપદ માટે ૨૩ દેશોએ અરજી કરી હતી. વડાપ્રધાન મોદીએ આજે ??બ્રિક્સ પ્લસની બેઠકમાં પણ હાજરી આપી હતી. બ્રિક્સમાં હાલમાં પાંચ વિકસતા અર્થતંત્રો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. હવે નવા સભ્યો ઉમેરાયા બાદ આ સંગઠન બ્રિક્સ પ્લસ તરીકે ઓળખાશે. બ્રિક્સમાં નવા સભ્ય દેશને ઉમેરવા અંગે, મોટી ચર્ચા આજેર્ન્ટિના વિશે છે.
આજેર્ન્ટિનાનું માનવું છે કે બ્રિક્સના સભ્ય બનીને અર્થવ્યવસ્થાને સુધારી શકાય છે, જ્યાં આ વર્ષે ફુગાવાનો દર ૬૦ ટકા નોંધાયો છે. અમેરિકાના પ્રતિબંધોને કારણે આજેર્ન્ટિનાની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. તે એક મોટો તેલ નિકાસકાર દેશ હતો, પરંતુ અમેરિકાના પ્રતિબંધોએ તેલની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી છે. આજેર્ન્ટિના અને ઈરાન એવા બે દેશ છે જેને અમેરિકા વિરોધી માનવામાં આવે છે.
ઈરાન પણ એવા અરજદારોમાં સામેલ છે જેમની સદસ્યતા આજે મંજૂર થઈ શકે છે. ઈરાન અને ચીન વચ્ચે મિત્રતા વધી રહી છે. આ સંગઠનમાં રશિયા અને ચીન પહેલાથી જ અમેરિકા વિરોધીની યાદીમાં છે. હવે ઈરાન-આર્જેન્ટીનાની સામેલગીરી સાથે, આર્થિક સહકાર સંગઠન સંપૂર્ણપણે અમેરિકા વિરોધી બનવાના માર્ગે છે. બ્રાઝિલને એવો પણ ડર છે કે બ્રિક્સ પશ્ચિમ વિરોધી ક્લબ બની જશે જે યુએસ અને યુરોપમાં તેના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. બ્રાઝિલ લાંબા સમયથી આ વિસ્તરણનો વિરોધ કરી રહ્યું છે. જોકે, ૨૦૨૧માં ચીને આજેર્ન્ટિનાને બ્રિક્સનો સભ્ય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. દક્ષિણ આફ્રિકાના એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાઇસ પ્રેસિડેન્ટ પોલ શિપોકોસા મશટાઇલને રિસીવ કરવા આવ્યા હતા. ૨૦૧૯ પછી આ પ્રથમ વખત છે જ્યારે તમામ સભ્ય દેશોના નેતાઓ એક મંચ પર એકઠા થયા છે. જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા નથી. આ એસેમ્બલીમાં રશિયાએ પોતાનો પ્રતિનિધિ મોકલ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠક હજુ નક્કી થઈ નથી. ભારતે કહ્યું છે કે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે.