તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીયોના નામે લખેલા પત્રમાં કેન્દ્રીય મહિલા અ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ મહિલાઓ અને બાળકો સાથે થતા ગુનાઓમે રોકવામાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઉઠાવા જનાર પગલાઓને રેખાંકિત કર્યા છે, તેમાંથી કેટલાંક આ પ્રકારે છેઃ
- તમામ પોલિસ અધિકારીયોને યૌન અપરાધોના વિભન્ન પાસાઓ, વિશેષ રીતે પુરાવા એકત્રિત અને સંરક્ષિત કરવા સાથે જોડાયેલા પાસાઓ વિશે ફરીથી પ્રશિક્ષિત કરવા જોઇએ.
- તમામ પોલિસ અધિકારીયોને નિર્દેશ આપી શકાય છે કે તેઓ બાળકોની સાથે થનારા યૌન અપરાધની બાબતોની તપાસ સખત રીતે કાયદાની સમયસીમાની અંદર પૂરી કરવા માટે અગ્રીમ પ્રાથમિકતા આપે.
- રાજ્ય સરકારોને તેવા પોલિસ અધિકારીઓ વિરૂદ્ધ સખત રીતે કાર્યવાહી કરવી જોઇએ, જેઓ તપાસમાં વિઘ્ન ઉભા કરતા જોવા મળે છે કે ગુનેગારોની સાથે સાઠગાંઠ કરી રહ્યાં હોય.
- તેજ અને સમયબદ્ધ વ્યવસાયિક તપાસ જ એક પ્રકાર છે, જેમાં સંભવિત ગુનેગારોને રોકી શકાય છે, પરંતુ આ રાજ્યો દ્વારા જ કરી શકાય છે, કારણ કે પોલિસ વિભાગ રાજ્યનો વિષય છે. આ સંબંધમાં માત્ર યૌન અપરાધો માટે બાળકોની સાથે થનારા યૌન અપરાધો માટે વિશેષ સેલની રચના કરવી મહત્વપૂર્ણ પગલું હશે.
મહિલા અને બાળ વિકાસ મંત્રીના રાજ્યોમાં ફોરેંસિક પ્રયોગશાળાને સ્થાપિત કરવામાં રાજ્ય સરકારોને મદદની ઓફર કરી. આ પ્રયોગશાળાઓનો ઉપયોગ યૌન અપરાધોની તપાસમાં પુરાવાઓને ફોરેંસિક વિશ્લેષણ માટે કરવામાં આવી શકે છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રીએ રાજ્યોને વિનંતિ કરી છે કે તેઓ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર – ૧૦૯૮ની સાથે પોક્સો હેઠળ સ્થાપિત ઈ-બોક્સનો ઉપયોગ બાળકોમાં જાગૃતતા ઉભી કરવા માટે કરે. મેનકા ગાંધીએ આ પણ જણાવ્યું કે અત્યાર સુધી મહિલા અ બાળ વિકાસ મંત્રાલય દ્વારા હિંસાથી પ્રભાવિત મહિલાઓ માટે ૧૭૫ વન-સ્ટોપ સેંટર સ્થાપિત કરવામાં આવ્યા છે. વન-સ્ટોપ સેંટર એવી મહિલાઓની મદદ માટે છે, જેઓની પહોંચ પોલિસ કે તબિબિ સુવિધાઓ સુધી નથી અથવા જે આપત્તિના સમયે પોલિસ સ્ટેશન જવામાં સક્ષમ નથી.
પત્રમાં આ વાત પર જોર આપવામાં આવ્યું છે કે જે બાબતોમાં રિપોર્ટ અને રેકોર્ડ રાખવામાં નિષ્ફળતા મળી છે, તે બાબતોમાં પોક્સો અધિનિયમના અનુચ્છેદ ૨૧ને લાગૂ કરવામાં આવી શકે છે. અનુચ્છેદ ૨૧માં વ્યવસ્થા છે કે અનુચ્છેદ ૨૦/૨૧ હેઠળ રિપોર્ટ કરવા અને રેકોર્ડ રાખવામાં નિષ્ફળ કોઇપણ અધિકારીને દંડિત કરવામાં આવી શકે છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રીએ મહિલાઓ અને બાળકોની સાથે થતાં અપરાધો સામે કેવી રીતે રોકી શકાય તે માટે રાજ્ય સરકારો પાસેથી સૂચનો માંગ્યા છે.