ગાંધીનગરના કલોલમાં સિન્ટેક્સ કંપનીએ એક સાથે ૩૦૦ કામદારોને છુટા કરી દીધા છે. કંપનીએ કોઈપણ નોટીસ આપ્યા વગર છુટા કરતા કામદારોએ કંપનીના ગેટ આગળ હોબાળો મચાવ્યો હતો. વિશ્વાસમાં લીધા વગર કંપનીએ કારીગરોને છુટા કર્યા હોવાનો આરોપ છે. કંપનીએ જોહુકમી કરી કામદારોને બહાર કાઢી મુકી દીધા હતા. ભારે હોબાળાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર કામદારોને કોઈ પણ નોટિસ આપ્યા વગર ૩૦૦ કારીગરોને છુટા કરવામાં આવ્યા છે. તમામ કામદારોનો હિસાબ કર્યા બાદ કામદારોને છુટા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં કામદારોને આગામી સમયમાં આર્થિક કટોકટીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવી સંભાવના છે. કામદારોની માગ છે કે તેમને પાછા નોકરી પર રાખવામાં આવે.
વેલસ્પનના પ્રવક્તાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, IBC હેઠળ ક્લીન સ્લેટનો સિદ્ધાંત અમને અસરકારક વ્યૂહરચનાઓ અમલમાં મૂકવાની અને સિન્ટેક્સની કામગીરી સુધારવાની સાથે બજાર હિસ્સાને વધારવાની ઉત્તમ તક પૂરી પાડે છે. વેલસ્પન તેમના કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. જો કે, બજારની વર્તમાન સ્થિતિ કંપનીની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ખર્ચને નિયંત્રિત કરવા માટે આવશ્યક ર્નિણયોની જરૂરિયાત છે. જે સિન્ટેક્સને તેના ખોવાયેલો ગૌરવ પુનઃપ્રાપ્ત કરવામાં અને બજાર હિસ્સાને પુનઃ હાંસિલ કરવામાં મદદ કરશે.”