વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આ પછી ધીરે ધીરે ગ્રૂપના શેરમાં તેજી જોવા મળી રહી છે. હવે પ્રમોટર ગ્રૂપે અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ (Adani Enterprises) માં તેનો હિસ્સો વધારીને ૬૯.૮૭ ટકા કર્યો છે. શેરબજારને આપેલી માહિતીમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે જણાવ્યું હતું કે પ્રમોટર જૂથે કંપનીમાં તેનો હિસ્સો ૬૭.૮૫ ટકાથી વધારીને ૬૯.૮૭ ટકા કર્યો છે. ગ્રુપ કંપની કેમ્પાસ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડે ઓપન માર્કેટમાંથી ૭ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન બે તબક્કામાં અદાણી એન્ટરપ્રાઈઝમાં કુલ ૨.૨૨ ટકા હિસ્સો (૨.૫૩ કરોડ શેર) ખરીદયા છે.
પ્રમોટર જૂથે એવા સમયે અદાણી એન્ટરપ્રાઇઝમાં હિસ્સો વધાર્યો છે જ્યારે અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ય્ઊય્ પાર્ટનર્સ છેલ્લા કેટલાક મહિનામાં સતત તેનો હિસ્સો વધારી રહી છે. ય્ઊય્ ગ્રુપની કુલ ૧૦ કંપનીઓમાંથી પાંચમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં પ્રતિકૂળ અહેવાલ બહાર આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઇઝ સહિતની મોટાભાગની ગ્રૂપ કંપનીઓના માર્કેટ કેપમાં ઇં૧૫૦ બિલિયન સુધીનો ઘટાડો થયો હતો. જો કે, માર્ચ પછી, પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી અને હવે અદાણી જૂથે અમુક અંશે નુકસાન ભરપાઈ કર્યું છે. ય્ઊય્ પાર્ટનર્સના રોકાણે આમાં ભૂમિકા ભજવી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર અદાણી ગ્રુપની કંપનીઓમાં આ ઈન્વેસ્ટમેન્ટ ફર્મનું રોકાણ વધીને ૩૮,૭૦૦ કરોડ રૂપિયા થઈ ગયું છે. જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં, અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે નફામાં ૪૪ ટકાનો જબરદસ્ત વધારો નોંધાવ્યો છે.
જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો કુલ નફો વધીને રૂ. ૬૭૪ કરોડ થયો છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં તે રૂ. ૪૬૯ કરોડ હતો. Adani Powerમાં સારી તેજી જોવા મળી જે જણાવીએ, આજે અદાણી ગ્રુપના તમામ શેર લીલા નિશાન ઉપર છે. તેજી વચ્ચે અદાણી પાવર સૌથી સારી સ્થિતિમાં નજરે પડી રહ્યો છે. અદાણી પાવર લિમિટેડે તાજેતરમાં નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીએ ૩૦ જૂન, ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. ૮,૭૫૯ કરોડનો એકીકૃત ચોખ્ખો નફો મેળવ્યો છે. શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં અદાણી પાવરે જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેનો નફો ૮૩.૩ ટકાના ઉછાળા સાથે ૮,૭૫૯ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. ૪,૭૮૦ કરોડનો નફો કર્યો હતો. બીજી તરફ, અદાણી પાવરનો નફો ત્રિમાસિક ધોરણે ૬૭ ટકા વધ્યો છે. ત્યારે કંપનીએ રૂ. ૫,૨૪૨.૪૮ કરોડની કમાણી કરી હતી.