ભારતમાં જર્મન એમ્બેસી, દેશના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આંનદીત થવા પામી છે. તેમણે ભારતીય યુપીઆઈની જોરદાર પ્રશંસા કરી છે. આ અંગે તેણે ઠ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. જર્મનીના ફેડરલ ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગ એક શાકભાજીની દુકાન પર પહોંચ્યા હતા, જ્યાં તેઓ શાકભાજીની ખરીદી કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમણે UPIથી પેમેન્ટ કર્યું હતું. તેઓ G-૨૦ ડિજિટલ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારતની મુલાકાતે હતા.
UPI પેમેન્ટ સિસ્ટમ ભારતમાં એટલી લોકપ્રિય બની ગઈ છે કે શાકભાજી વેચનારથી લઈને ફેરીયા સુધી દરેક તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિસ્ટમ માટે ફ્રાન્સ, સંયુક્ત આરબ અમીરાત અને સિંગાપોરે ભારત સાથે ભાગીદારી કરી છે. ગત દિવસોમાં ફ્રાંસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે UPI પેમેન્ટ સિસ્ટમના ઉપયોગ માટે ભારત અને ફ્રાન્સે હાથ મિલાવ્યા છે.
સિંગાપોરમાં UPIની એન્ટ્રી હવે થઈ છે, પરંતુ વિશ્વના ઘણા દેશો તેનો ઉપયોગ કરી રહ્યા છે. RuPay દ્વારા,UPI નો ઉપયોગ ભૂટાન, નેપાળ, મલેશિયા, ઓમાન,UAE, UK,, યુરોપિયન યુનિયનના કેટલાક દેશો અને ફ્રાન્સમાં પણ થઈ રહ્યો છે. આ સિવાયUPI લાગુ કરનાર ભારતની બહાર નેપાળ પહેલો દેશ છે.
કેટલાક દેશો એવા છે જે આગામી તબક્કામાં જોડાઈ શકે છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, કંબોડિયા, વિયેતનામ, જાપાન અને તાઈવાન જેવા વિશ્વના લગભગ ૩૦ દેશોમાંUPI દાખલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે કે UPI વૈશ્વિક બનવા જઈ રહ્યું છે. આ ભારતની મોટી તાકાત છે. તમે તેને ભારતની મની પાવર પણ કહી શકો છો. હવે જ્યારે UPI ઘણા બધા દેશોમાં પહોંચી રહ્યું છે, તો ચાલો ટૂંક સમયમાં જ વૈશ્વિક સ્વીકૃતિ બનનારUPI શું છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ તે જોઈએ ?..UPI નું આખુ નામ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ છે. આ એક મોબાઈલ આધારિત ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ છે. આમાં વર્ચ્યુઅલ આઈડી જનરેટ થાય છે. આ વર્ચ્યુઅલ આઈડીની મદદથી તરત જ પૈસા ટ્રાન્સફર થાય છે. UPI ૧૧ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં વિશ્વના ૧૦ થી વધુ દેશોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
UPI સિસ્ટમની આ નવી ઊંચાઈ ભારતમાં ડિજિટલ ક્રાંતિનું પ્રતીક છે. આ એક સંકેત છે કે ભારતની ડિજિટલ શક્તિ સમગ્ર વિશ્વમાં કેવી રીતે ઝડપથી વધવાની છે. જો આપણે ઓક્ટોબર ૨૦૨૨ ના મહિનાની વાત કરીએ તોUPI દ્વારા ટ્રાન્ઝેક્શનમાં ૭.૭% નો વધારો થયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૨માં ૧૧.૧૬ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા, જ્યારે આ એક મહિનામાં ૬૭૮ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. જ્યાં ઓક્ટોબર ૨૦૨૨માં ૧૨.૧૧ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા, જ્યારે એક મહિનામાં ૭૩૦ કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. ભારતમાંUPI મારફતે દરરોજ સરેરાશ ૨૨ કરોડ ઓનલાઈન વ્યવહારો થાય છે.