વિશ્વની અગ્રણી ન્યૂ એનર્જી વ્હીકલ (NEV) ઉત્પાદક BYDની પેટાકંપની BYD ઇન્ડિયાએ ભારત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની ફરી પુષ્ટિ કરીને, ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં 10મી વર્ષગાંઠની ઉજવણી કરી છે, જે તેની 16+ વર્ષ સફળ કામગીરીની નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. કંપનીએ ભારતીય EV બજાર પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા અને બહેતર જીવન માટે અત્યાધુનિક ટેકનોલોજિક ઇનોવેશન દ્વારા ટકાઉક્ષમ વિકાસને આગળ ધપાવવાની દૂરંદેશી સાથે ભારતમાં ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં તેની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી છે.
BYDએ 2007માં ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ વ્યવસાય સાથે ભારતમાં પોતાની કામગીરી શરૂ કરી, અને પછીથી અન્ય વ્યવસાયોમાં વિસ્તરણ કર્યું છે. 20ઑગસ્ટ 2013ના રોજ, BYD ઇન્ડિયાની EV સફરની શરૂઆત ભારતમાં જાહેર પરિવહનના વિદ્યુતીકરણના સંકેત સાથે ચેન્નાઇમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક બસના આગમન સાથે, જે બસ ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગના ઈતિહાસમાં પ્રથમ સંપૂર્ણ ઈલેક્ટ્રોનિક બસ હતી તેની સાથે થઇ હતી. આ ઐતિહાસિક ઘટના ભારતના ઇલેક્ટ્રિફાઇડ જાહેર પરિવહનના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જેણે સામૂહિક પરિવહન માટે સ્વચ્છ, હરિત પરિવહનના ઉકેલો માટે માર્ગ મોકળો કર્યો છે. વર્ષો દરમિયાન, કંપનીએ ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો, ઇ–બસ,ઇ–ટ્રક અને ઇ–ફોર્કલિફ્ટ સહિત વિવિધ ઉત્પાદનોની શ્રેણીમાં વિસ્તરણ કર્યું છે,અને આ પ્રકારે ભારતીય EV ઉદ્યોગમાં ઉભરતા માર્કેટ લીડર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે.
ભારતમાં તેની EV સફરની 10મી વર્ષગાંઠ પર, BYD ઇન્ડિયાએ ભારતીય બજાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂકીને ગુરૂગ્રામમાં તેની નવી ઓફિસનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ વ્યૂહાત્મક સ્થાન BYDની કામગીરી, ઇનોવેશન અને સહયોગ માટે હબ તરીકે સેવા આપશે અને સ્થાનિક ભાગીદારો, ગ્રાહકો તેમજ હિતધારકો સાથે બ્રાન્ડના જોડાણને વધુ મજબૂત બનાવશે.
BYDએ વૈશ્વિક સ્તરે 5 મિલિયનથી વધુ NEVનું ઉત્પાદન કર્યું છે અને આ સીમાચિહ્ન પ્રાપ્ત કરનારી વિશ્વની પ્રથમ ઓટો ઉત્પાદક કંપની છે, જેના પરિણામે આશ્ચર્યજનકરૂપે 38 અબજ કિલો કાર્બન ઉત્સર્જનની બચત થઇ છે. માત્ર ભારત જ, કંપનીએ તેના ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો, ઇલેક્ટ્રિક ફોર્કલિફ્ટ, BYDની બૅટરીથી ચાલતી ઇલેક્ટ્રિક ટ્રક અને ઇલેક્ટ્રિક બસો, પાવરટ્રેન અને ચેસિસ ટેકનોલોજી દ્વારા 274 મિલિયન કિગ્રા CO2 ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી છે. આમાંથી, ભારતમાં માત્ર BYDની જ ઇલેક્ટ્રિક બસોની કુલ માઇલેજ 126,883,681કિમીનો આંકડો ઓળંગી ગઇ છે, જેમાં 469,668 કિમીથી વધુની સૌથી લાંબી ડ્રાઇવિંગ માઇલેજ છે.
પેસેન્જર વાહનના વ્યવસાયમાં, BYD ATTO3 અને ઓલ–ન્યૂ e6 એ પ્રીમિયમ eSUV અને eMPV સેગમેન્ટમાં પણ અગ્રણી સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિઓ BYD ઇન્ડિયાની ભારતીય બજાર, પર્યાવરણીય જવાબદારી પ્રત્યે અને ટકાઉક્ષમ પ્રથાઓ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
BYD ઇન્ડિયાના ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંજય ગોપાલક્રિષ્નને જણાવ્યું હતું કે, “BYD ઇન્ડિયાને ભારતીય EV ઉદ્યોગમાં સફળતાપૂર્વક એક દાયકાની ઉજવણી કરવામાં તેમજ ગુરૂગ્રામમાં અમારી નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવા અંગે ગૌરવ છે. લોકો અને ગ્રહ માટે બહેતર જીવન બનાવવા માટે ટેકનોલોજીક આવિષ્કારોનો લાભ લેવાના અમારા મિશનનો આ પુરાવો છે. ભારતની EV ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ અમને ગૌરવ છે અને દેશ માટે ટકાઉક્ષમ તેમજ વિદ્યુતયુક્ત ભવિષ્યને આકાર આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ભારતમાં છેલ્લાં 16+ વર્ષોમાં બનેલા મજબૂત પાયા સાથે, BYD પોતાના ગ્રાહકો, ભાગીદારો અને પર્યાવરણ માટે મૂલ્ય ઉભું કરીને, તેની પરિવર્તનકારી યાત્રા એકધારી ચાલુ રાખવા માટે તૈયાર છે. કંપની માને છે કે ટકાઉક્ષમ ઇનોવેશન જીવનને સમૃદ્ધ બનાવે છે અને સમાજ પર સકારાત્મક અસર કરે છે અને ભારત પ્રત્યેના કંપનીના સમર્પણના મૂળમાં આ માન્યતા જ છે.”