વી.એન.બાલક્રિષ્ણને પત્રકારત્વમાં 30 વર્ષ નીસ્વાર્થ ભાવે સેવા આપી છે
ગુજરાતમાં ત્રીસ વર્ષ સુધી પત્રકારત્વ ક્ષેત્રે પોતાની સેવા આપીલ ચુકેલા વી.એન.બાલક્રિષ્ણન હાલમાં કપરા સંજોગોનો સામનો કરી રહ્યાં છે. આ પરિસ્થિતમાંથી બહાર આવવા તેમણે આપણે બધાને એક દર્દભરેલી અપીલ સહયોગ કરવા માટે કરી છે. તેમની પત્રકારત્વ ક્ષેત્રની યાત્રા ખરેખર નોંધનીય રહી છે અને આ સમયગાળામાં તેઓ અન્યોને સતત મદદરૂપ થતા રહ્યાં છે. આજે તેમના બહેનની ગંભીર બિમારીને કારણે તેમને આપણી મદદની જરૂર પડી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, બાલક્રિષ્ણન જ્યારે પણ કોઇને જરૂર પડી ત્યારે તેને મદદનો હાથ લંબાવતા રહ્યાં છે. આજે તેમને આપણા બધાના સહકાર અને મદદની જરૂર છે.
બાલક્રિષ્ણને એક મોખરાના અંગ્રેજી મિડિયા હાઉસમાં અમદાવાદ ખાતે ફરજ બજાવી અને ત્યાર બાદ તેમણે સામયિક ધી ગુજરાત તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કર્યુ. મોદીજી તેમને અંગત રીતે ઓળખે છે કારણ કે, બાલક્રિષ્ણન આ સામયિકમાં મેનેજીંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતાં. તેમણે ગુજરાતમાં 2009-10ના સમયગાળામાં થયેલા કૃષિ વિકાસ પર પુસ્તક પણ લખ્યું હતું. આ ઉપરાંત તેમણે સીડ્સ ઓફ ડેવલોપમેન્ટ પુસ્તક પણ લખ્યું છે.
ગુજરાતે જ્યારે સ્થાપના દીનના પચાસ વર્ષની ઉજવણી કરી ત્યારે ગુજરાતના ગર્વનર કમલાબેન માટે ગોલ્ડન જ્યુબિલિ સ્પીચ લખવાની પણ તેમને તક મળી હતી.
તેમના જીવનમાં જ્યારે 2018માં એક માત્ર દિકરો મગજના કેન્સરના લીધે અવસાન પામ્યો તેની સાથે એક મુશ્કેલ વળાંક આવ્યો. તેમના પુત્રના મૃત્યુએ તેમના માટે ઘણો જ આઘાતજનક પુરવાર થયો અને નાણાંકીય મોરચે પણ તેમને મોટાપાયે સહન કરવાનું આવ્યું. તેમાં પણ તાજેતરમાં તેમના બહેનને સ્ટ્રોક આવ્યો અને મગજની ગાંઠની બિમારીનું નિદાન થતા આજે તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. તેમના 61 વર્ષના બહેન આજે લકવાને કારણે પથારીવશ છે અને તેમને ઘનિષ્ઠ સારવારની જરૂર છે.
તેમણે તેમના બહેનને હૈદરાબાદ નજીક એલ.કે.હોસ્પીટલ, મલકાગીરી ખાતે ઓગસ્ટની પહેલી તારીખે દાખલ કર્યા છે. સારવારનો ખર્ચ ઘણો જ આવી રહ્યો છે અને હવે તેમને ઘરે લાવવાની ફરજ પડી રહી છે. જોકે તેમ થતાં કેટલાંક દયાળુ મિત્રોના સહકારને લીધે બાલક્રિષ્ણન તેમના બહેનને વિખ્યાત ન્યુરો ફીઝીશ્યન ડો.વેંકટ રેડ્ડીના હાથે લ્યુસીડ ડાયગ્નોસ્ટીક ખાતે સારવાર ઉપલબ્ધ કરાવી શક્યાં છે.
સદનસીબે તેમની સ્થિતિમાં હવે સુધારો થઇ રહ્યો છે પણ તેમને હજી લાંબા સમય સુધી સારવારની જરૂરરિયાત છે.
આ કપરા સમયમાં બાલક્રિષ્ણને મદદ અને સહયોદ માટે હાથ લંબાવ્યો છે. તેઓ આજીવન પત્રકારત્વને સમર્પીત રહ્યાં અને શક્ય તેટલી અન્યોને મદદ કરતા રહ્યાં છે, આજે જ્યારે હવે તેમને મદદની જરૂર પડી છે ત્યારે આપણે સૌએ તેમની મદદની આ હાકલને યોગ્ય પ્રતિસાદ આપવો રહ્યો.
મદદ પહોંચાડવા માટેની વિગતો
બેંક એકાઉન્ટ
નામ-વી.એન.બાલક્રિષ્ણન,
બેંક-સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ),
શાખા-પ્રશાંત નગર, સીકંદરાબાદ,
આઇએફએસ કોડ-SBIN0020758
ખાતા નંબર-30074606013
પે આઇડી PAY ID 9664730842 (BHIM SBI/Gpay /PayTM)
ચલો, બધા સાથે મળીને વી.એન.બાલક્રિષ્ણન જે અન્યોને શક્ય તમામ મદદ કરતા રહ્યાં તેમને આજે જ્યારે મદદની જરૂર છે. ત્યારે આપણે તેમને મદદ કરીએ. તમારો સહયોગ ખરેખર તેમને પડકારજનક સંજોગોમાં ઘણો જ મદદરૂપ પુરવાર થશે.