‘પ્રેમ દિલમાં રહે છે, દુકાનમાં નહીં’ બીજેપીએ શુક્રવારે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં આ પંક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની પરિવારવાદની નીતિ, તેમના દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને દેશના વિભાજન જેવા અન્ય ઘણા કાર્યોની મજાક લેતા સરકારે આ વીડિયો જાહેર કર્યો છે. રાહુલ ગાંધી તેમના સંબોધનમાં ઘણી વખત મોહબ્બતકી દુકાનનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ આ વીડિયોને તેના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા આ વીડિયોમાં પીએમ મોદીના સંસદમાં ભાષણનો એક ભાગ પણ જોડવામાં આવ્યો છે. વીડિયોમાં પીએમ મોદીનું ભાષણ બતાવવામાં આવ્યું છે જેમાં તેઓ કોંગ્રેસ પર ટોણો મારતા જોવા મળી રહ્યા છે. પીએમએ કહ્યું કે આ લૂંટની દુકાન છે, નફરત છે તેમાં કૌભાંડો છે તેમજ તેમનુ મન પણ કાળું છે
. વાસ્તવમાં, રાહુલ ગાંધીએ પીએમ પર પ્રહાર કર્યા હતા કે વર્તમાન સરકાર દેશમાં માત્ર નફરત ફેલાવી રહી છે. આ સંદર્ભમાં ભાજપે આ વીડિયો જાહેર કર્યો છે. ભાજપે ટિ્વટર પર વીડિયો શેર કરતા લખ્યું કે, “પ્રેમ દુકાનમાં નહીં, દિલમાં રહે છે. અને પ્રેમ કમાવવો પડે છે, તે ક્યાંય વેચાતું નથી. એ દુકાનમાં નહીં, દિલમાં વસે છે. આ સિવાય તેમણે વીડિયો દ્વારા સરકારની ઘણી ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી. કલમ ૩૭૦ હટાવવા, દરેક ઘરમાં સિલિન્ડર પહોંચાડવા, આર્ત્મનિભર ભારત અને ચંદ્રયાન મિશન જેવી સિદ્ધિઓ આ વીડિયો દ્વારા બતાવવામાં આવી છે. ગુરુવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભારત ગઠબંધન નથી પરંતુ ઘમંડી ગઠબંધન છે. દરેક વ્યક્તિ આમાં પીએમ બનવા માંગે છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા PMએ કહ્યું કે, “તેમનો મોદી પ્રત્યેનો પ્રેમ એટલો છે કે મોદી ઊંઘમાં પણ સપનામાં આવે છે”. તમને જણાવી દઈએ કે સંસદમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો.