આગામી તા. 12 અને 13 મી ઓગસ્ટ 2023 સવારે 10 થી સાંજે 08:00 સુધી, શ્રીમાળી બ્રાહ્મણ સુવર્ણ જયંતી હોલ, ઉન્નતી સ્કૂલ પાસે, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી અમદાવાદ ખાતે સમ્યક વુમન ક્લબ, દ્વારા 33 મુ “ધ ગ્રાન્ડ રાખી મેલા 2023” , સાથે સાથે દરશૂ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 મા “બ્લડ ડોનેશન કેમ્પ” નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રાખી મેળામા સમ્યક વુમન્સ ક્લબ મેમ્બર્સના પ્રોડક્ટ્સનું પ્રદર્શન થશે. વ્યવસાયને પુનઃજીવિત કરવા માટે એક બીજાના સહયોગ અને એક નેટવર્કિંગ કૉમ્યૂનિટી ઉભું કરવાનું બહુ મહત્વપૂર્ણ છે. એટલે જ ઉદ્યોગસાહસિકો અને ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા માટે રાખી શાહ દ્વારા સમ્યક વુમન્સ ક્લબના બેનર હેઠણ આ બે દિવસીય એક્ઝિબીશન “રાખી મેળા” અને “બ્લડ ડોનેશન ડ્રાઇવનું” આયોજન કરવામાં આવ્યું છે.
સમ્યક વુમન ક્લબ ગ્રૂપના સ્થાપક રાખી શાહએ જણાવ્યું હતું કે “2007થી આ ક્લબનું સંચાલન કરે છે. બહેનો કેમ આગળ આવે તે માટે વર્ષમાં ૨થી ૩ એક્ઝિબીશન કમ સેલ કરું છું. તેમની આવડત બહાર આવે તે માટે કલબમાં ટેલેન્ટ શૉ પણ કરું છું. એક્ઝિબિશનમાં ન્યૂ વે સ્પેશિયલ સ્કૂ, દરશૂ કેયર ચેરીટેબલ ટ્રસ્ટના માનસિક વિકલાંગ બાળકો આઝાદીના ખાસ જુસ્સા અને રંગત સાથે એક્ઝિબીટરોને રાખડી બાંધશે અને એક્ઝિબીટરો તેમને ઇન્ડિયન ફ્લેગ વાળી ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને ફ્રેન્ડશીપ કરશે. એક્ઝિબિશનમાં આવવાવાળા દરેકને ઇન્ડિયન ફ્લેગ આપીને સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ કરવાના છીએ. બ્લડની ખુબ જ જરૂરિયાત હોવાથી આની સાથે અવેર્નેશ માટે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા આયોજિત 11મા “બ્લડ ડોનેશન ડ્રાઇવનું” આયોજન કરવામાં આવ્યું છે.”
“ધ ગ્રાન્ડ રાખી મેલા 2023” દરમિયાન પ્રથમા બ્લડ સેન્ટરના મેડિકલ ડિરેક્ટર ડો. રીપલ શાહ અને ટીમ લીડર આશિષ જાદવ હાજર રહ્યા હતા. જેમાં હર્બલ પ્રોડક્ટ્સ, હોમ ડેકોરેશન, ડ્રાયફ્રૂસ્ટ, ચોકલેટ, કેક, બેડશીટ, મેરેજની લગતી સામગ્રી, મહેંદી, જવેલરી, વેસ્ટર્ન આઉટ ફિટ, મુખવાસના તેમજ બીજા ઘણા બધા ઉપયોગી સામાનના યૂનીક સ્ટોલનું આયોજન કરેલ છે.