ધરોઇ ડેમના ઉપરવાસમાં ડેમ બનશે તો ઉત્તર ગુજરાતમાં જળસંકટ ઉભું થશે : રમણલાલ વોરા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઇ ડેમના પાણીને લઈને ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ફરી વિવાદ શરૂ થયો છે. રાજસ્થાન સરકારે ધરોઇ ડેમના ઉપરવાસની બે નદીઓ પર ડેમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જળસંકટ ઉભું થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સરકારના પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય રમણલાલ વોરાએ ડેમના નિર્માણને લઇ પત્ર લખ્યો છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે જો ધરોઇ ડેમના ઉપરવાસમાં ડેમ બનશે તો ઉત્તર ગુજરાતમાં જળસંકટ ઉભું થઇ શકે છે. જો રાજસ્થાનમાં બે ડેમ બનશે તો ધરોઇ ડેમમાં પાણીની ઓછી આવક થશે. જેના કારણે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાં જળ સંકટ ઉભું થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Share This Article