રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજના મુજબ ભોજન બનાવી શાળામાં જ બાળકોને પીરસવામાં આવતું હોય છે. જેના માટે સરકાર દ્વારા અનાજની ફાળવણી કરવામાં આવતી હોય છે. જો કે મહેસાણામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારી અનાજની ગોલમાલ સામે આવી છે. વિજાપુરના ૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજની ઘટ મળી હોવાનું સામે આવ્યુ છે. મામલતદારની ટીમ દ્વારા વિજાપુર સેકન્ડરી સ્કૂલ, મણીપુરા, હાથીપુરા, લાડોલ કેન્દ્રોમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુરના આ ૪ મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઘઉં, ચોખા, દાળ, તેલની કુલ ૧ હજાર ૯૦ કિલોની ઘટ મળી આવી છે. મામલતદારની ટીમે કરેલી તપાસમાં આ બાબત સામે આવતા નોટિસ આપવામાં આવી છે. જે પછી સંચાલક કામિની પટેલ અને અક્ષય પટેલને નોટિસ આપવામાં આવી છે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more