ઉર્ફી જાવેદે પહેર્યું સ્ક્રૂથી બનેલું બિકિની ટોપ, લોકોએ કહ્યું,”કોઈ ભૂલેચૂકે તેને ગળે ન મળતા..”

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉર્ફી જાવેદ મનોરંજન જગતમાં જાણીતી કલાકાર અને મોડેલો બની ચુકી છે. તે અવારનવાર સોશ્યલ મીડિયામાં છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોને ઘણી લાઈક અને કોમેન્ટ મળે છે. ખાસ કરીને તેના અતરંગી કપડા અને બોલ્ડ અંદાજ માટે ઉર્ફી જાણીતી બની છે. તે સમયાંતરે કોઈને કોઈ વસ્તુ સાથે એક્સપેરિમેન્ટ કરતી હોય છે. જેના કારણે તે ઘણી વખત ટ્રોલર્સનો ભોગ પર બને છે. ત્યારે ફરી તેણે કંઈક એવું કર્યું છે, જે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આચાર્યચકિત થઈ ગયા છે. તેણે પહેરેલા કપડાં ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉર્ફી જાવેદના આઉટ ફીટ એકદમ હટકે જોવા મળ્યા છે. ઉર્ફી આ વિડીયોમાં બ્લેક બિકીની ટોપ અને થાઈ હાઇ સ્લીટ સ્કર્ટ પહેરેલી જોવા મળે છે. જોકે, તેનું બિકિની ટોપ વિચિત્ર પ્રકારનું છે. તેમાં સ્ક્રૂ ફિટ કરેલા છે. તે તેના આઉટ ફીટમાં એકદમ અલગ જ લાગી રહી છે. તેણે હળવો મેકઅપ કર્યો છે અને વાળ બ્રેડ કર્યા છે. વિડીયોમાં તે પાપારાઝી સાથે વાત કરી રહી હોવાનું જોવા મળે છે. આ દરમિયાન એક ફોટોગ્રાફર તેણે શું પહેર્યું હોવાનું પૂછે છે. જેથી ઉર્ફી હસતા હસતા જવાબ આપે છે કે, આ સ્ક્રુ છે. આ સ્ક્રુ યુ આઉટ ફીટ છે. ઉર્ફિના આ વીડિયોને ઘણી લાઇક અને કોમેન્ટ્‌સ મળી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, આજે તો કોઈ તેને ભૂલેચૂકે પણ ગળે ન મળતા. એક યુઝરે લખ્યું છે કે, બ્યુટીફૂલ એક્ટ્રેસ.

 અહીં ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતી હોય છે. તે તેના કપડાં સાથે ચિત્ર વિચિત્ર એક્સપેરિમેન્ટ કરે છે. પરિણામે તેને ઘણી વખત ટીકાનો સામનો પણ કરવો પડે છે. સોશિયલ મીડિયા પર તે ટ્રોલર્સનો ભોગ બને છે. ઉર્ફી પોતાની બોલ્ડ અને અલગ અલગ આઉટફીટની તસવીરો તથા વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. જેને ઘણા ચાહકોનો પ્રેમ મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉર્ફી જાવેદના ફોલોઅર્સની સંખ્યા સતત વધી રહી છે. વર્તમાન સમયે ઇન્સ્ટાગ્રામ પર તેના ૪.૨ મિલિયન ફોલોઅર્સ છે.

Share This Article