જમ્મુ અને કાશ્મીર સરકારે ૧૯૮૯માં હિંદુઓના નરસંહાર સાથે જોડાયેલા દરેક કેસની તપાસ કરવાનો ર્નિણય લીધો છે અને તેની શરૂઆત જસ્ટિસ નીલકંઠ ગંજુ હત્યા કેસથી થઈ રહી છે. જસ્ટિસ નીલકંઠ ગંજુની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેણે જજ રહીને આતંકવાદી મકબૂલ ભટને મોતની સજા ફટકારી હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ૧૯૮૯માં કાશ્મીરમાં ઘણા કાશ્મીરી હિંદુઓની હત્યા કરવામાં આવી હતી, હિંદુ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેમણે પોતાનું ઘર છોડીને રાતોરાત ભાગવું પડ્યું. હવે ૩૪ વર્ષ બાદ સરકારે આ હત્યાકાંડની તપાસ કરાવવાનો ર્નિણય કર્યો છે અને તેમને ન્યાય અપાવવાની દિશામાં પગલું ભર્યું છે. આ સમગ્ર મામલો જે જણાવીએ તો, આ મામલો ૧૯૬૦ના દાયકામાં શરૂ થયો હતો. મકબૂલ બટ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો સ્થાપક હતો. મકબૂલ બટે પોલીસ અધિકારી અમરચંદની હત્યા કરી હતી. ૧૯૮૪માં મકબૂલ બટે પહેલા બ્રિટનમાં ભારતીય રાજદ્વારી રવિન્દ્ર મ્હાત્રેનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી હતી. રવિન્દ્ર મ્હાત્રેની હત્યા માટે મકબૂલ બટને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
હાઈકોર્ટ પાસે ગોળી મારી દેવામાં આવી.. જે જણાવીએ તો, જસ્ટિસ નીલકંઠ ગંજુએ મકબૂલ બટને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારબાદ ૧૯૮૪માં મકબૂલ બટને ફાંસી આપવામાં આવી હતી. તેનો બદલો લેવા માટે યાસીન મલિકે ૧૯૮૯માં જસ્ટિસ નીલકંઠ ગંજુની હત્યા કરી હતી. ૪ નવેમ્બર ૧૯૮૯ના રોજ જસ્ટિસ ગંજુને શ્રીનગરમાં હાઈકોર્ટ પાસે ગોળી મારી દેવામાં આવી હતી. હત્યા બાદ જસ્ટિસ ગંજુની લાશ બે કલાક સુધી રોડ પર પડી રહી હતી.
યાસીન મલિકના દરેક ગુનાનો હિસાબ લેવામાં આવી રહ્યો છે.. જે જણાવીએ તો, યાસીન મલિકે બાદમાં બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે તેણે જસ્ટિસ નીલકંઠ ગંજુની હત્યા કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં આતંકવાદીઓ અને અલગતાવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તે આઝાદ ફરતો હતો. પરંતુ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ હવે યાસીન મલિકના દરેક ગુનાનો હિસાબ લેવામાં આવી રહ્યો છે. યાસીન મલિક પહેલાથી જ દેશ સામે યુદ્ધ કરવા બદલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને હવે વધુ એક કેસ સામે આવ્યો છે. પુરાવા આપનારના નામ અને ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રહેશે.. જે જણાવીએ તો, જસ્ટિસ નીલકંઠ ગંજુ હત્યા કેસની તપાસમાં રાજ્યની તપાસ એજન્સી એટલે કે SIAએ લોકોની મદદ માંગી છે. લોકોને આ મામલે જે પણ તથ્યો છે તે તપાસ એજન્સીને આપવા માટે કહેવામાં આવ્યું છે. પુરાવા આપનારના નામ અને ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે. SIAએ એક નંબર જાહેર કર્યો છે, ૮૮-૯૯-૦૦-૪૯-૭૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે. ર્નિણયનું અમે સ્વાગત કરી રહ્યા છીએ.. જે જણાવીએ તો, જસ્ટિસ નીલકંઠ ગંજુ મર્ડર કેસની તપાસ માત્ર શરૂઆત છે, આવા ઘણા કેસ હજુ ખોલવાના બાકી છે. જો કે આ એક કેસની તપાસ શરૂ થઈ ગઈ છે, પરંતુ કાશ્મીરી પંડિતોમાં એવી આશા જાગી છે કે ભલે મોડું થાય પણ તેમને ન્યાય ચોક્કસ મળશે, તેથી આ ર્નિણયનું અમે સ્વાગત કરી રહ્યા છીએ.