આત્મનિર્ભર મહિલા ઉદ્યોગસાહસિકોને જીવનમાં વેગ આપવા માટે અને સમાજમાં જરૂરિયાત વર્ગને જેટલું સંભવ થાય એટલું સેવા આપવાના હેતુથી ઓશન ઓફ બ્લેસિંગ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 5 અને 6 ઓગસ્ટના રોજ સવારે 10થી સાંજના 8 વાગ્યા સુધી નારાયણી હાઈટ્સ અમદાવાદ ખાતે બે દિવસીય હેપ્પી ફેસ્ટ 2023 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યેક્રમના ઉદ્ઘાટન દરમિયાન ખાસ એવા ટીવી એક્ટર કરણ મેહરા, મિસ્ટર ઈન્ડિયા ધરમ સાવલાની, આરજે સેલિબ્રિટી એન્કર એક.કે.રહેમાન અને માસ્ટરશેફ ફાઇનલિસ્ટ સચિન ખટવાણીએ હાજર રહ્યા હતા.
એક્ઝિબિશન દરમિયાન મિસ ઈન્ડિયા ઈન્ટરકોન્ટિનેન્ટલ 2018 મિસ સુમન ચેલાણીએ જણાવ્યું હતું કે “જ્યાં અમે ઘરેથી કામ કરતી 2000+ મહિલા સાહસિકોને ઉત્થાન અને સશક્ત કરીએ છીએ! આ એવી મહિલાઓ છે જેઓ મોટાભાગે ઘરેથી કામ કરી રહી છે. અમે તેમને સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર તેમની બ્રાન્ડનો પ્રચાર કરવામાં મદદ કરીએ છીએ. અમે સેલિબ્રિટીને પણ તેમના આત્મવિશ્વાસને વધારવા માટે આમંત્રિત કર્યા છે. આ એક્ઝિબિશનમાં અમારી પાસે ફેશનથી લઈને ફેસ્ટિવ સ્પેશિયલ કલેક્શન, ફૂડથી લઈને ફૂટવેર કલેક્શન સુધીના ઉદ્યોગસાહસિકો છે. અમે આ આત્મનિર્ભર મહિલાઓને તેમની પ્રતિભામાં વિશ્વાસ રાખતી હસ્તીઓના સમર્થન સાથે તેમના પ્રોડક્ટ્સ અને સર્વીસને ડિસ્પ્લે કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ગર્વ અનુભવીએ છીએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હેપ્પી ફેસ્ટ 2023માં અમારી પાસે વિવિધ એકટીવીટસ છે જેમ કે બોલિવૂડ હાઉસી/તંબોલા, ઈન્ડિપેન્ડન્સ હાઉસી/તંબોલા, મિ. મોડલ ગુજરાત, મિસ & મિસીસ. બ્યુટી ક્વીન ગુજરાત, કુકિંગ કોમ્પીટીશન, કિડ્સ ફેશન શો, ડાન્સ કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં કુલ 100+ સ્ટોલ છે જ્યાં બધા મુલાકાતીઓને પ્રોત્સાહિત કરવા અને ફ્રી એન્ટ્રી અને રૂપિયા 3 લાખના ઈનામોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.