સુરતના જહાંગીરપુરામાં નવમાં માળે ઘરનો દરવાજો લોક થઇ જતા એક ૫૪ વર્ષના મહિલા ફસાઈ ગયા હતા. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને બાજુની બિલ્ડીંગમાંથી રૂમની અંદર પ્રવેશ કરીને મહિલાને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતું. ફાયર વિભાગના આ રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો પણ સામે આવ્યો છે. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના જહાંગીરપુરા સ્થિત રંગરાજ રેસીડેન્સી સ્તુતિ બિલ્ડીંગમાં નવમાં માળે ૫૪ વર્ષીય મહિલા રૂમમાં ફસાઈ ગયા હતા. તેઓ ઘરમાં એકલા હતા તે દરમિયાન રૂમનો દરવાજો કોઈ રીતે લોક થઇ ગયો હતો અને તેઓ અંદર ફસાઈ ગયા હતા. જે પછી તેમણે ગેલેરીમાં આવીને મદદ માટે બુમાબુમ કરી હતી અને લોકોએ સમગ્ર બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી.
બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ફાયર વિભાગે બાજુની બિલ્ડીંગમાંથી રોપ રેસ્ક્યુ કરી રૂમમાં પ્રવેશી મહિલાનું સહી સલામત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગે કરેલા રેસ્ક્યૂની કામગીરીનો વીડીયો પણ સામે આવ્યો છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, મહિલા રૂમમાં ફસાઈ ગયા હોવાની જાણ થતા અમે ઘટના સ્થળે ગયા હતા અને ત્યાં બાજુમાં આવેલી બિલ્ડિંગમાંથી રોપ રેસ્ક્યૂ કરીને રૂમમાં પ્રવેશ કરી મહિલાને બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.