ભારતના શુભમન ગિલ (૮૫) અને ઈશાન કિશન (૭૭)ની આગેવાનીમાં બેટ્સમેનના શાનદાર પ્રદર્શનના કારણે ત્રીજી વનડે મેચમાં મંગળવારે વેસ્ટ ઈંડીઝની સામે ૩૫૨ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ગિલ અને કિશન ઉપરાંત સંજૂ સૈમસન (૫૧) અને હાર્દિક પાંડ્યા (૭૦ નોટ આઉટ)એ પણ ભારત માટે અડધી સદી ફટકારી હતી. વેસ્ટઈંડીઝ પ્રવાસ પર વન ડેમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહેલા ગિલ ત્રીજી વન ડેમાં ભલે સદી ચુક્યો હોય, પણ તેણે એક મોટી સિદ્ધ પ્રાપ્ત કરી છે. વેસ્ટઈંડીઝ વિરુદ્ધ ત્રીજી વન ડેમાં શુભમન ગિલે ઈશાન કિશને પહેલી વિકેટ માટે ૧૪૩ રનની ભાગીદારી કરી. ઈશાન આઉટ થયા બાદ શુભમન ગિલે ઝડપથી રન બનાવવાનું ચાલુ રાખ્યું કે, ૮૦ને પાર પહોંચતા જ તે રન બનાવવા માટે સંઘર્ષ કરતો દેખાયો અને ૫મી સદી પુરા થતાં પહેલા વિકેટ ખોઈ દીધી. પોતાની ૮૫ રનની ઈનિંગ્સ દરમ્યાન તેણે એક વર્લ્ડ રેકોર્ડ પોતાનો નામે કરી દીધો છે. શુભમન ગિલે પાકિસ્તાનના બેટ્સમેન ઈમામ ઉલ હકની ૨૭ ઈનિંગ્સમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો છે.
શુભમન ગિલના નામે ૨૭ ઈનિંગ્સમાં ૬૨.૪૮ની સરેરાશથી ૧૪૩૭ રન થઈ ગયા છે, જ્યારે ઈમામે આટલી ઈનિંગ્સમાં ૧૩૮૧ રન બનાવ્યા હતા. જો શુભમન ગિલ સદી બનાવવામાં સફળ થતો તો શિખર ધવનનો સૌથી ઝડપી પાંચ સદી લગાવવાનો રેકોર્ડ તોડી દીધો હોત. ધવને ૨૮ ઈનિંગ્સમાં પાંચ સદી લગાવી હતી. ગિલ ૧૫ રનથી ચુકી ગયો. ક્વિંટન ડિકોક સૌથી ઝડપી પાંચ સદી લગાવનારો બેટ્સમેન છે, જેણે ૧૯ ઈનિંગ્સમાં આ કારનામો કરીને બતાવ્યો હતો. ઈમામે ૨૫ ઈનિંગ્સમાં આ કામ કર્યું હતું. પ્રથમ ૨૭ વન ડે ઈનિંગ્સમાં સૌથી વધારે સ્કોર જે જણાવીએ તો, ૧૪૩૭- શુભમન ગિલ, ૧૩૮૧-ઈમામ ઉલ હક, ૧૩૫૩-રાસી વાન ડેર ડુસેન, ૧૩૫૩-રયાન ટેન ડોશેટ, ૧૩૪૨-જોનાથન ટ્રોટ, ૧૩૩૦-બાબર આઝમ, ૧૩૨૬-હાશિમ અમલા અને ૧૩૦૦-ફખર જમાં પ્રમાણે નો સ્કોર કરેલ છે.