ધ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (આઈએમસી) દ્વારા આજે મોબાઈલ ઉદ્યોગનું વાર્ષિક પ્રદર્શન માટે નિયોજિત પ્રદર્શનકારીઓ, પ્રાયોજકો, કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ સહિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018ની આરંભિક વિગતોની જાહેરાત કરવામાં આવી હતી. ન્યૂ ડિજિટલ હોરાઈઝ્સઃ કનેક્ટ. ક્રિયેટ. ઈનોવેટ થીમ હેઠળ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 25-27 ઓક્ટોબર, 2018ના રોજ નવી દિલ્હીના એરોસિટી ખાતે યોજાશે, જે સાથે અહીં અન્ય ઘણી બધી ઈવેન્ટ્સ પણ યોજાશે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ટેલિકોમ ઉદ્યોગમાંથી 200,000થી વધુ વ્યાવસાયિકો આવશે એવી ધારણા રાખે છે, જેમાં 5જી, સ્ટાર્ટ- અપ ઈકોસિસ્ટમ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી), બિગ ડેટા, આર્ટિફિશિયલ (એઆઈ), સ્માર્ટ સિટીઝ અને સંબંધિત ઉદ્યોગ ક્ષેત્રો ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018માં હાજરી આપશે.
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ, ભારત સરકાર અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ) દ્વારા આયોજિત એશિયામાં સૌથી અવ્વલ મોબાઈલ, ઈન્ટરનેટ અને ટેકનોલોજીની ઈવેન્ટમાંથી એક છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના કર્ટન રેઝર સમારંભને સંબોધન કરતાં સંદેશવ્યવહાર માટેના રાજ્ય મંત્રી અને રેલ રાજ્ય મંત્રી મનોજ સિંહાએ આજે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018ની વિધિસર જાહેરાત કરી હતી, જે દેશમાં માહિતી અને સંદેશવ્યવહાર તંત્રજ્ઞાન (આઈસીટી)ના ક્ષેત્રમાંથી બધા હિસ્સાધારકોને એકત્ર લાવવા માટે અવ્વલ અને સૌથી મોટું મંચ છે અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય ટેલિકોમ ઉદ્યોગને આગેવાન સ્થાન પર મૂકે છે.
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018 સંદેશવ્યવહાર વિભાગ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ) દ્વારા આયોજિત નીતિના ઘડવૈયાઓ, ઉદ્યોગ અને નિયામકોન આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રની ભાવિ દિશા ઘડી કાઢવા માટે અર્થપૂર્ણ વિચારવિનિમય કરવા માટે સહભાગી થવા ઉત્કૃષ્ટ મંચ છે. આ વર્ષે અમને એએસઈએએન અને બીઆઈએમએસટીઈસીમાંથી અમારા મિત્રોને આવકારવાની ખુશી રહેશે, જેઓ અમારા એક્સચેન્જોને વૈશ્વિક જોડાણ આપશે.
હું આ વર્ષે ઓક્ટોબરમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018નો હિસ્સો બનવા માટે તમને આમંત્રણ આપું છું અને આ મુખ્ય વાર્ષિક પર્વમાં તમને મળવા માટે ઉત્સુક છું, એમ મનોજ સિંહાએ આ સમયે જણાવ્યું હતું.
ઈવેન્ટની થીમ અને શિડ્યુલની જાહેરાત કરતાં ભારત સરકારના સંદેશવ્યવહાર મંત્રાલયના દૂરસંચાર વિભાગના સચિવ અને ટેલિકોમ કમિશનના અધ્યક્ષા અરુણા સુંદરરાજને જણાવ્યું હતું કે 5જી અને આઈઓટી જેવી ભાવિ ટેકનોલોજીની શોધ સાથે માનવી ઈતિહાસમાં પરિવર્તનકારી દિશામાં આપણે આગેકૂચ કરી છે. ભારત 5જીની તૈયારી પર અમારા લક્ષ્ય અને ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અપનાવવા માટે માર્ગ મોકળો કરવા સાથે આ નવા ડિજિટલ ભાવિને આવકારવા માટે સુસજ્જ છે. અમે ભારપૂર્વક માનીએ છીએ કે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ મંચ ટેલિકોમ્યુનિકેશન્સ અને આઈટી ઈકોસિસ્ટમમાં બધા હિસ્સાધારકોને એકત્ર લાવીને આ પ્રેરિત કરશે અને કનેક્ટિવિટી નિવારણોમાં ભાવિ માર્ગ પર પગલું મૂકવા માટે યોગ્ય ફોરમ પૂરું પાડવામાં સક્રિય ભૂમિકા ભજવશે.
1.2 અબજથી વધુ ઉપભોક્તાઓ સાથે મોબાઈલ હવે આખા ભારતને જોડે છે. તે નાવીન્યતાને ઈંધણ આપી રહ્યું છે, ઉદ્યોગોમાં ઉત્ક્રાંતિ લાવી રહ્યું છે અને વિકસિત તથા વિકસતી બજારોમાં આકર્ષક નવી તકો લાવી રહ્યું છે, એમ સીઓએઆઈના ડાયરેક્ટર જનરલ રાજન એસ મેથ્યુઝે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મોબાઈલ જીવનની બહેતરીને પહોંચ આપે છે અને અમુક કિસ્સામાં જીવન પરિવર્તનકારી સેવાઓ આપે છે. અમારા યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પ્રત્યે ઉદ્યોગની કટિબદ્ધતા પર ભાર આપતાં મોબાઈલ આશા જીવવા, અસમાનતા ઓછી કરવા અને આપણા વૈશ્વિક સંસાધનોનું સંવર્ધન કરવા માટે જીવનરેખા આપે છે. અમે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018ને સાકાર થતી જોવા અને મોબાઈલ આજે ઉત્તમ ભાવિ કઈ રીતે નિર્માણ કરે છે તે બતાવવા માટે ઉત્સુક છીએ.
1300થી વધુ પ્રદર્શનકારીઓ ભાગ લેશે
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018માં મોબાઈલ ઈકોસિસ્ટમ સાથે પાડોશી ઉદ્યોગ ક્ષેત્રો, જેમ કે, ઓટોમોટિવ અને ક્ન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સમાં અગ્રણી ખેલાડીઓને એકત્ર લાવે છે, જે આજે ડિજિટલ દુનિયામાં આકાર લઈ રહેલી નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો, સેવાઓ અને ટેકનોલોજીઓ પ્રદર્શિત કરે છે. 1300થી વધુ પ્રદર્શનકારી કંપનીઓ ઈવેન્ટ ખાતે પ્રદર્શનમાં ભાગ લેશે.
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર 2017માં યોજાઈ હતી, જેમાં 2000થી વધુ મોવડીઓ, 32000થી વધુ મુલાકાતીઓ, 152 વક્તાઓ, 100થી વધુ પ્રદર્શનકારીઓ અને 100થી વધુ સ્ટાર્ટ-અપ્સે હાજરી આપી હતી. તે વિચારો નિર્માણ કરવા, કાયમી ઉદ્યોગ સંબંધો સ્થાપિત કરવા, અવ્વલ મોબાઈલ ટેકનોલોજી અને પ્રોડક્ટ પ્રવાહો બતાવવા અને ક્ષેત્રમાં ઊંડાણથી ડોકિયું કરાવવા અને પ્રભાવશાળી નિવારણો પ્રદર્શિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ મંચે એએસઈએએન (એસોસિયેશન ઓફ સાઉથઈસ્ટ નેશન્સ) અને બીઆઈએમએસટીઈસી (બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટી- સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન) પ્રદેશમાંથી ભાગીદાર દેશો સાથે ઉત્તમ આંતરરાષ્ટ્રીય હાજરી જોઈ છે.