આજકાલ પાકિસ્તાનમાં પણ ભારતની મોદી સરકારની વાહવાહી થઇ રહી છે. પાકિસ્તાની લોકોમાં ભારતના વડાપ્રધાન મોદીને લઇને પોઝીટીવ રિસ્પોન્સ જોવાઇ રહ્યો છે. હાલમાં જ આવો એક યુટયુબ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ જોવાઇ રહ્યો છે. જેમાં આ વીડિયોમાં એક રિપોર્ટર ભારત વિશે એક સામાન્ય જનતાને પુછે છે ત્યારે જવાબ સાંભળીને દરેક ભારતીયની છાતી ફુલી જશે. પાકિસ્તાની જનતા જણાવે છેકે ભારતમાં પાકિસ્તાન જેવી સ્થિતિ નથી, ભારતમાં શાંતિ છે. જયારે પાકિસ્તાનમાં દરેક જગ્યાએ અશાંતિનો માહોલ છે.
પાકિસ્તાની ચૂંટણીના માહોલ અને ભારતના ચૂંટણીના માહોલ વિશે વાત કરતા આ વ્યક્તિએ કહ્યું કે કર્ણાટકમાં રાહુલ ગાંધીની પાર્ટી જીતી ગઇ, અને ભાજપની પાર્ટીને હાર મળી, છતાં ભારતમાં ક્યાંય અશાંતિનો માહોલ ન જોવાયો, કારણ કે પીએમ મોદી પોતાના દેશને પ્રેમ કરે છે, તેઓ બધું જ ભારત માટે કરે છે. જ્યારે પાકિસ્તાનમાં દરેક જગ્યા સત્તા માટે ખેંચતાણ છે. કયાંય શાંતિ જોવા મળતી નથી. ત્યાંના કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. આપણે ત્યાં છે તો અશાંતિ જ છે. અને, વાત વાતમાં આ વ્યક્તિ કાશ્મીરને ભારતને આપી દેવાનું પણ કહી રહ્યો છે. આ વ્યક્તિ પોતાનો આક્રોશ ઠલવતા કહે છે કે ભારત પાસે ઘણું બધું પાકિસ્તાને શીખવું જોઇએ.