વડોદરા પત્રિકાકાંડમાં કોર્પોરેટર અલ્પેશ લીંબચીયા જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ૨૦ કલાક સુધી ક્રાઇમ બ્રાંચની કચેરીએ રહ્યા બાદ જામીન પર છૂટકારો અપાયો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા મેરેથોન પૂછપરછ બાદ લીંબચીયાને જામીન આપવામાં આવ્યા. અલ્પેશ લીંબચિયા દ્વારા તમામ આક્ષેપો નકારવામાં આવ્યા છે. ખોટી રીતે ફસાવ્યો હોવાનું અલ્પેશ લીંબચીયાનું નિવેદન છે. પત્રિકાકાંડમાં ધરપકડ બાદ અલ્પેશ લીંબચીયાને ભાજપે નોટિસ ફટકારી છે. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ દ્વારા શો કોઝ નોટિસ ફટકરાઈ છે જેમાં ૪ દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે મેયર નિલેશ રાઠોડ અને તેમના ભાઈ વિરૂદ્ધ તેમણે એક પત્રિકા ભાજપના હોદ્દેદારોને પોસ્ટ કરી હતી. જેમાં મેયર વિરૂદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો સામે આવતા બે દિવસ પહેલા જ અલ્પેશ લિંબાચિયાનું રાજીનામું લઈ લેવાયું હતું. આ મામલે પોલીસ અલ્પેશના સાળા અને સાઢુની પણ ધરપકડ કરી ચૂકી છે.