ઈપીએફઓએ હવે ૧૩ એપ્રિલ, ૨૦૧૮ના સર્ક્યુલરમાં પીએફ એન્ડ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ માટે સુધારા કર્યા છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)એ એવો નિર્ણય કર્યો છે કે હવે રૂ. ૧૦ લાખ સુધીના દાવા ઓફલાઈન ફિઝિકલ ફોર્મના માધ્યમ દ્વારા પણ સ્વીકારવામાં આવશે.
પોતાના જૂના સર્ક્યુલરમાં ઈપીએફઓએ કાર્યાલયને એવા નિર્દેશ આપ્યા હતા કે તેઓ રૂ. ૧૦ લાખ સુધીના ક્લેમ ઓનલાઈન જ સ્વીકારશે. નવા સર્ક્યુલર અનુસાર તમામ રૂ.૧૦ લાખથી ઉપરના દાવા હવે ઓફલાઈન મીડિયા દ્વારા જમા ફોર્મ મારફતે સ્વીકારવામાં આવશે. આ બાબત રૃ. પાંચ લાખથી ઉપરના ઈપીએસ વિડ્રોઅલ સેટલમેન્ટને પણ લાગુ પડશે.
આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે વિદેશી કર્મચારીઓ, જેમાં સભ્યો અને દાવેદાર પણ સામેલ હતા. આ નિર્ણય સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (સીપીએફસી)ના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણય મેમ્બર્સ તરફથી ક્લેમ સબમીટ કરવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ તરીકે લેવામાં આવ્યો છે.