દેશમાં છેલ્લા અનેક મહિનાઓથી બહાર આવી રહેલા બેંકના અનેક કૌભાંડ અંગે સવાલોના જવાબ આપવા સંસદની એક સમિતિએ રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જીત પટેલને ૧૭ મેના રોજ સમિતિ સમક્ષ હાજર રહેવા કહ્યું હતું.
પીઢ કોંગ્રેસ નેતા વિરપ્પા મોઇલીના નેતૃત્વ હેઠળની નાણા અંગેની સ્થાયી સમિતિએ આજે નાણાકીય સેવા સચિવ રાજીવ કુમારને પણ અનેક સવાલો પૂછ્યા હતા. RBI ગવર્નરને ૧૭ મેના રોજ બોલાવ્યા છે. તેઓએ કહ્યું હતું કે ‘અમે તેમને બેંક ગોટાળા અને બેંકિંગ ક્ષેત્રના અન્ય નિયમો અંગે સવાલો પૂછીશું’. આ બેઠકમાં પૂર્વ વડા પ્રધાન અને સમિતિના સભ્ય ડો.મનમોહન સિંહ પણ આવ્યા હતા.
ઉર્જીત પટેલે તાજેતરમાં કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકો સાથે કામ કરવાની અમારી પાસે પૂરતી સત્તા નથી. ‘અમારે એ જાણવું છે કે RBI ગવર્નરને કઇ કઇ કઇ સત્તાઓની જરૂર હોય છે’