કલમ ૩૭૦ હટાવવા સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે આજે એફિડેવિટ દાખલ જવાબ આપ્યો છે. ગૃહ મંત્રાલયે એફિડેવિટમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે, તેને ખતમ કરવા માટે કલમ ૩૭૦ હટાવવાનો એકમાત્ર ઉપાય છે. કેન્દ્રએ કહ્યું કે આતંકવાદ સામે ઘાટીમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં કહ્યું કે આજે ખીણમાં શાળાઓ, કોલેજો, ઉદ્યોગો સહિત તમામ જરૂરી સંસ્થાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે અને ભયમાં જીવતા લોકો શાંતિથી જીવી રહ્યા છે. કેન્દ્રએ કહ્યું કે આતંકવાદી-અલગતાવાદી એજન્ડા હેઠળ વર્ષ ૨૦૧૮માં સંગઠિત પથ્થર ફેંકવાની ૧૭૬૭ ઘટનાઓ બની હતી, જે ૨૦૨૩માં શૂન્ય છે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે ખીણમાં આતંકવાદીઓની ભરતીમાં મોટો ઘટાડો…જેમાં કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮માં ૫૨ બંધ અને હડતાલ કરવામાં આવી હતી, જે ઘણા દિવસો સુધી ચાલી હતી અને વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં શૂન્ય છે. કેન્દ્રએ કહ્યું કે ખીણમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીનું પરિણામ જોવા મળ્યું છે, જેના કારણે તેમની ઈકો-સિસ્ટમને મોટો ફટકો પડ્યો છે. સરકારે કહ્યું કે ઘાટીમાં આતંકવાદીઓની ભરતીમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૮માં આ આંકડો ૧૯૯ હતો, જે વર્ષ ૨૦૨૩ સુધીમાં ઘટીને ૧૨ થઈ ગયો છે. ખીણ માટે ૭૮ હજાર કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ… કેન્દ્રએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે ખીણમાં જનતાના ભલા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રએ ઘાટીમાં ઔદ્યોગિક વિકાસ માટે ૨૮,૪૦૦ કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું. આ સાથે ઘાટી માટે ૭૮ હજાર કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ પણ મળ્યા છે.