ભારતને જી-૨૦ની બેઠકો માટે નું યજમાન પદ મળ્યું છે તે આપણાં સૌ માટે ગૌરવની વાત છે.જી-૨૦ની વિવિધ બેઠકો ગુજરાતમાં પણ યોજાઈ રહી છે. આ બેઠકોમાં વેપાર અને રોકાણ વિષય પર વિવિધ ચર્ચાસત્રો યોજાતા હોય છે. આ બેઠકમાં સભ્ય દેશો વેપાર અને રોકાણ વિષય ઉપર પરસ્પર સંભાવના ઓ શોધી એક બીજાને સહયોગ કરવાની તકોનું આદાનપ્રદાન કરે છે.
સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં યોજાયેલી જી-૨૦ની બેઠકોની થીમ વિશે રસપ્રદ બાબતો અત્રે પ્રસ્તુત છે.
જી -૨૦ ની સ્થાપના,વર્ષ ૧૯૯૯માં એશિયન નાણાંકીય કટોકટી બાદ કરવામાં આવી હતી.૧૯ દેશોના નાણાં પ્રધાન અને કેન્દ્રીય બેંકના ગવર્નર અને યુરોપિયન યુનિયન ભેગા મળીને આર્થિક કટોકટીને નાથવામાં માટેના જરૂરી ચર્ચા કરી શકાય તેમાટે મંચ પૂરો પાડવાના હેતુ સાથે શરૂઆત કરવામાં આવી હતી. જી – ૨૦ ના દરેક સભ્ય રાષ્ટ્રોના આર્થિક વિકાસ અને વૃદ્ધિ માટે સમાવેશી પગલાં લેવાય તેમાટે વર્ષ ૨૦૦૮ની વૉશિંગ્ટન ડી.સી. ની બેઠક થી લઈને વર્ષ ૨૦૨૩ની ભારતીય અધ્યક્ષતાની બેઠકમાં વિવિધ મુદ્દાઓને આવરી લઈને થીમ રજૂ કરવામાં આવે છે.
જી-૨૦ ની બેઠકમાં થીમની ખુબજ અગત્યની ભૂમિકા રહી છે. જી – ૨૦ એજન્ડાના આધારે બેઠકમાં ચર્ચા થનાર વિવિધ વિષયોને ધ્યાનમાં રાખીને કેન્દ્રબિંદુ તરીકે એક થીમ નક્કી કરવામાં આવે છે. ભારતના જી-૨૦ યજમાન પદની થીમ “વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર” દ્વારા મહા ઉપનિષદના પ્રાચીન સંસ્કૃત પાઠના “વસુધૈવ કુટુમ્બકમ” સૂત્રથી પ્રેરિત છે. આવશ્યક પણે આ થીમ જીવનના તમામ સ્વરૂપો,પૃથ્વી અને સમગ્ર બ્રહ્માંડ વચ્ચેના અવિભાજ્ય સંબંધો દર્શાવે છે. આ થીમ વૈશ્વિક સ્તરે પરિવર્તનકારી ક્રિયાઓ થકી સ્વરછ, હરિયાળાં અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની સજ્જતા