ભરૂચમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્રને જન્મ ન આપનાર મહિલાથી નારાજ સાસરિયાઓએ મહિલા ઉપર અત્યાચાર ગુજાર્યા બાદ પિયર કાઢી મૂકી હતી. લાંબા સમયથી માતા-પિતા સાથે દીકરીને લઈ ભરૂચમાં રહેતી મહિલાને કોસંબામાં રહેતા પતિએ મળવાના બહાને ભરૂચ આવી મહિલાને ત્રણ તલાક આપી નાસી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
૮ માર્ચ ૨૦૨૩ ની ઘટનાની તપાસ બાદ ભરૂચ બી ડિવિઝન પોલીસે કોસંબામાં રહેતા પતિ શાકિર ઈદ્રીશ શાહ , સસરા ઈદ્રીશ શાહ અને સાસુ અફસાના શાહ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ IPC ૪૯૮A તેમજ મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કમ ૩ અને ૪ મુજબ ફરિયાદ દાખલ કરી છે.ત્રણ તલાકને તલાક-એ-બિદાત છે. ટ્રિપલ તલાકને તલાક-એ-બિદઆત પણ કહેવામાં આવે છે કારણ કે તલાક લેવાની અને આપવાની અન્ય ઇસ્લામિક રીતો છે. ૧ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ દેશમાં ટ્રિપલ તલાક કાયદો અમલમાં આવ્યો હતો. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો આ કાયદા બાદ મુસ્લિમ મહિલાઓમાં અચાનક છૂટાછેડાનો ડર ખરેખર ઓછો થયો છે. કારણ કે આવી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પણ સંપૂર્ણ નિયંત્ર મળ્યું નથી. આ કાયદો મુસ્લિમ મહિલાઓ માટેમહત્વનો સાબિત થયો છે.ભારતના બંધારણમાં ટ્રિપલ તલાક કાયદો અમલમાં આવ્યો છે.
રાષ્ટ્રપતિએ ૧ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી હતી. મોદી સરકારે આ બિલ ૨૫ જુલાઈએ લોકસભામાં અને ૩૦ જુલાઈએ રાજ્યસભામાં પાસ કરાવ્યું હતું. જો કે, આ કાયદો ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮થી લાગુ ગણવામાં આવશે. બિલના અમલીકરણ પછી એટલેકે ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ પછી સામે આવેલા ટ્રિપલ તલાક સંબંધિત તમામ કેસ આ કાયદા હેઠળ ઉકેલવામાં આવશે. જણાવી દઈએ કે રાજ્યસભામાં બિલના સમર્થનમાં ૯૯ વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં ૮૪ વોટ પડ્યા હતા જ્યારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલની તરફેણમાં ૧૮૭ અને વિરોધમાં ૭૪ વોટ પડ્યા હતા.ચર્ચાસ્પદ મામલામાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર M V Tadvi નો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે તેમાં પોલીસ સ્ટેશનમાં દાખલ ટ્રિપલ તલાકના કેસની કોઈ જ માહિતી કે ફરિયાદની તેમને જાણ જ નથી.