ગુજરાત ટુરિઝમના સહયોગથી અમદાવાદમાં ગુજરાત ફૂડ એન્ડ કલચરલ ફેસ્ટિવલ 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાત ટુરિઝમના સહયોગથી અમદાવાદના જાણીતા અર્બન ચોક ખાતે દ્વિદિવસિય ગુજરાત ફૂડ એન્ડ કલચરલ ફેસ્ટિવલ 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા આપણી લોક સંસ્કૃતિની ઝાંખી સાથે જ યુવાપેઢીને પસંદ આવે તે પ્રમાણે ના ગીત દ્વારા મનોરંજનનો રસથાળ પીરસવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં તા. 24 જૂન 2023 ના રોજ ગુજરાતના જાણીતા કલાકારો ગાયક અને પર્ફોર્મર નિશિથ,ગર્વિષ્ઠા જાદવ અને 16 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં જેમણે મુખ્ય કલાકાર તરીકે કામ કર્યું છે અને ગુજરાત ના જાણીતા પ્લેબેક ગાયક અરુણ રાજ્યગુરુ દ્વારા પ્રેક્ષકોને મનોરંજન પીરસવામાં આવ્યું હતું.

તા.25 જૂનના રોજ એક અલગ જ પ્રકારના વિષય સાથે ગુજરાતી સુગમ, ગઝલ અને ગુજરાતી સાહિત્યના જાણીતા ગીતો માટે પ્રખ્યાત એવા મયુર ચૌહાણ દ્વારા પ્રેક્ષકોને ગુજરાતી ભાષાના ગીત દ્વારા મનોરંજન કરાવ્યું હતું.

WhatsApp Image 2023 07 05 at 11.48.50 AM 1

આ ઉપરાંત ગુજરાત ના જાણીતા ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા દ્વારા રોક રાસ ના નવા જ વિષય પર ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને 1500 થી વધુ પ્રેક્ષકોએ નવરાત્રી જેવી મોજ માણી હતી.

સાથે જ ગુજરાતી ગરબા અને ગીતમાં જેઓ સારી નામના ધરાવે છે તેવા તૃષા રામીએ પણ ગુજરાતી ગરબા અને ગીતો દ્વારા દર્શકોને મજા કરાવી હતી.

ગુજરાત ના પ્રખ્યાત ગરબામાં કંઈક નવું લાવવાના પ્રયાસ સાથે ફિટનેસ ગરબા દ્વારા દર્શકોમાં ઉત્સાહ અને આનંદ લાવવામાં પણ સફળ રહ્યા હતા.

આ ફેસ્ટિવલનું આયોજન ગુજરાત ના જાણીતા ઇવેન્ટ અને પ્રમોશન નું કાર્ય કરતી કંપની મનન દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા અર્બન ચોક, રેડિયો પાર્ટનર તરીકે માય એફ.એમ, અને અન્ય સહયોગીઓમાં વિપુલ પટેલ, ડી.જે.પાર્થ ગઢીયા, ધર્મી પટેલ, શાનું જોશી, ટાફ પરિવાર , અર્થ ડિઝાઇન , પલ્પપીયો જ્યુસ, આય સ્ટુડિયો, બ્રાન્ડ બીન્સ, નાઈન મીડિયા સેન્ટર, બ્લેક બધીરા કાફે, ભાજી ભાઈ, બ્લેસ્મોન સેમ્યુઅલ અને નવીન સર નો સહયોગ સાંપડ્યો હતો.

નવી સિઝન પણ ખૂબ જલ્દીથી જાહેર કરવામાં આવશે તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Share This Article