નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC )એ ગુરુપૂર્ણિમા ને લઈ પરંપરાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન નીતા અંબાણીએ ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી અને ગુરુ-શિષ્યના બંધન વિશે વિગતવાર વાત કરી. નીતા અંબાણીએ કહ્યું કે ગુરુ આપણા શિક્ષક, માર્ગદર્શક, માર્ગદર્શક અને આપણા સારથિ છે. આ દરમિયાન તેમણે કૃષ્ણથી લઈને વિવેકાનંદ સુધીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ગુરુનું નામ આવતા જ એક પવિત્રતાનો અહેસાસ થાય છે. જો ગુરુ શબ્દનો અર્થ જોઈએ તો ‘ગુ’નો અર્થ થાય છે અંધકાર અને ‘રુ’નો અર્થ અંજવાશ થાય છે. એટલે કે, ગુરુ શિષ્યના જીવનમાં અંધકારને દુર કરી તેના જીવનમાં અંજવાશથી ભરી દે છે.
નીતા અંબાણીએ કહ્યું કે. મારા જીવનમાં મને ગુરુઓ મળતા સૌભાગ્ય મળ્યું છે. તેમણે મને માર્ગદર્શન આપ્યું અને તેના લીધે આજે હું અહિ છું. મારી માતાનું નામ પૂર્ણિમા છે. તેમણે માતા-પિતાને સન્માન આપવાની વાત કરી અને કહ્યું કે, માતા-પિતા જ આપણું માર્ગદર્શન કરે છે અને પોતાની બુદ્ધિમત્તા અને નિસ્વાર્થ પ્રેમના દમ પર આપણે શીખ આપે છે. નીતા અંબાણીએ પણ તેમના સસરા ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા. તેમણે કહ્યું કે તેઓ માત્ર આપણા હૃદયમાં જ નહીં, પરંતુ કરોડો ભારતીયોના હૃદયમાં જીવે છે. આજે, હું મારા પિતાને આદર અને સ્નેહ સાથે નમસ્કાર કરું છું. અંબાણીના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં આપણે નીતા અંબાણી ગુલાબી સાડીમાં સજ્જ જોઈ શકીએ છીએ. તેણીની સાડીમાં પેચવર્ક ભરતકામવાળી સાડી પહેરી હતી. મેચિંગ ઈયરિંગ્સ સાથે પોતાનો લુક પૂરો કર્યો. નીતા અંબાણી મંચ પરથી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને સંબોધિત કર્યા હતા.આ કાર્યક્રમમાં અનેક દિગ્ગજ કલાકારોનો મેળાવડો જોવા મળ્યો હતો અને સાંસ્કૃતિક કેન્દ્રમાં ઉપસ્થિત શ્રોતાઓની સાંજ ઉત્સાહથી ભરાઈ ગઈ હતી.