જોડી નંબર ૧, હસીના માન જાયેગી, બડે મિયાં છોટે મિયાં જેવી ઘણી સુપર હિટ ફિલ્મો કરી ચૂકેલા અભિનેતા ગોવિંદાને તેના ફેન્સ તો ચાહે છે, પણ તેમની અદ્ભૂત કોમેડી અને એક્ટિંગ સ્કિલ્સને કારણે તેમના કો-એક્ટર્સ પણ તેમના ફેન છે. ગોવિંદાનું નામ ઈન્ડસ્ટ્રી માટે નવું નથી. આજે ભલે ગોવિંદા ઇન્ડસ્ટ્રીમાં ઓછા એક્ટિવ અને દૂર છે, પણ તેમના સમયમાં તે હીરો નંબર ૧ રહી ચૂક્યાં છે એ વાતમાં કોઈ ૨ મત નથી. આજે પણ ઈન્ડસ્ટ્રીમાં કોઈ તેમની આસપાસ પણ નથી. મોટા પડદા પર કરિશ્મા કપૂર અને રવિના ટંડન સાથે ગોવિંદાની કેમેસ્ટ્રીને લોકો ખૂબ પસંદ કરતા, પણ જ્યારે તેમને પોતાની ફેવરિટ કો-એક્ટ્રેસ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આ બંને એક્ટ્રેસનું નામ ન આપ્યું.
ગોવિંદાએ પોતાની ફેવરિટ કો-એક્ટ્રેસ તરીકે માધુરી દીક્ષિતનુ નામ આપ્યું હતું. બોલિવૂડ બબલને આપેલા ઈન્ટરવ્યુમાં ગોવિંદા અને તેની પત્ની સુનીતાએ સાથે મળીને રેપિડ ફાયર રાઉન્ડ રમ્યો હતો. આ રાઉન્ડ દરમ્યાન જ્યારે ગોવિંદાની ફેવરિટ કો-સ્ટાર વિશે પૂછવામાં આવ્યું તો ગોવિંદાની પત્ની સુનીતાએ તરત જ માધુરી દીક્ષિતનું નામ લીધું અને ગોવિંદાએ પોતે માધુરીની દિગગ્જ અભિનેત્રી સાથે રેખાનું નામ લીધું. આ રાઉન્ડ દરમ્યાન સવાલનો જવાબ આપી વાતચીત દરમિયાન ગોવિંદાએ કહ્યું કે, ‘જો સુનિતા ન હોત, તો મે ચોક્કસ માધુરીને પસંદ કરી હોત.’ જ્યારે સુનિતા આહુજાએ ગોવિંદાના જવાબ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘તે સમયે હું તેમને ઓળખતી પણ નહતી. જણાવી દઈએ કે, ગોવિંદા માધુરી દીક્ષિત સાથે મહા-સંગ્રામ, પાપ કા અંત અને ઈજ્જતદાર જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. આ બાદ ગોવિંદાની પત્નીને પૂછવામાં આવ્યું કે તેને કઈ ફિલ્મમાં ગોવિંદાની એક્ટિંગ સૌથી વધુ પસંદ આવે છે. તો જવાબમાં સુનીતાએ ફિલ્મ હત્યાનું નામ આપ્યું હતું. ગોવિંદાએ પોતે હત્યા, હસીના માન જાયેગી અને સ્વર્ગ વગેરે ફિલ્મોનુ નામ લીધું. તે કહે છે કે, ‘હસીના માન જાયેગી મારું બેટ પરફોર્મન્સ હતું. મને લાગે છે કે મને લાગયું કે મને સારો રોલ નથી મળ્યો, જે કેરેટ્કટર હતું તે સેટ પર જ તૈયાર કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું.