આ વર્ષે ભારતમાં યોજાનારા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેન્સ ODI વર્લ્ડ કપ ૨૦૨૩ પહેલા તેની ટ્રોફી પ્રવાસ માટે ઉંચુ ઉડાન લીધુ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં અદભૂત લેન્ડીંગ બાદ પૃથ્વીથી એક લાખ ૨૦ હજાર ફૂટ ઉપર ઊર્ધ્વમંડળમાં ટ્રોફી લોન્ચ કરવામાં આવી ત્યારે જર્નીની શરૂઆત ભવ્ય રીતે થઈ હતી. આ ટ્રોફીને ખાસ ઊર્ધ્વમંડળના બલૂન સાથે જોડવામાં આવી હતી અને કેમેરાએ પૃથ્વીની ધરીથી ટ્રોફીની કેટલીક અદભૂત તસવીરો કેદ કરાઈ છે. ટ્રોફીનો ૨૦૨૩નો પ્રવાસ તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુર હશે જેમાં ચાહકોને વિશ્વભરના વિવિધ દેશો અને શહેરોમાં આઇકોનિક ટ્રોફી સાથે જોડાવાની તક મળશે.
ICC મુજબ ૨૭ જૂનથી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી યજમાન ભારત, કુવૈત, બહેરીન, મલેશિયા, અમેરિકા, નાઈજીરીયા, યુગાન્ડા, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા સહિત ૧૮ દેશોમાં જશે. પ્રવાસ દરમિયાન દેશભરમાં નવીન પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા ૧૦ લાખ ચાહકો ટ્રોફી સાથે વાર્તાલાપ કરી શકશે. ICC ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે, “ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ટૂર અત્યાર સુધીના સૌથી મોટા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ગણતરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રવાસ પર, ટ્રોફી વિશ્વના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સ્થળોની મુલાકાત ઉપરાંત રાજ્યના વડાઓ સાથે વાર્તાલાપ કરશે, સમુદાય પહેલ શરૂ કરશે અને ક્રિકેટ વિકાસ કાર્યક્રમોને સમર્થન આપશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, “ક્રિકેટ જ એવી ગેમ છે જે ભારતને એક કરે છે. અને તેનાથી સમગ્ર દેશમાં લોકો ઉત્સાહિત રહે છે. કારણ કે અમે છ અઠવાડિયામાં હૃદયસ્પર્શી ક્રિકેટ માટે વિશ્વની ૧૦ શ્રેષ્ઠ ટીમોને એકસાથે હોસ્ટ કરવા માટે લાવીએ છીએ. “વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયુ છે, ટ્રોફીનો પ્રવાસ ભારતમાં ૨૭ જૂનથી શરૂ થશે, જેનો વિશ્વભરમાં પ્રવાસ કરાવ્યા બાદ ટ્રોફી ૪ સપ્ટેમ્બરે યજમાન દેશમાં પરત ફરશે.