BCCI દ્વારા ODI વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને અનુભવી શ્રીલંકાના સ્પિનર ??મુથૈયા મુરલીધરને આજે બપોરે ૧૨ વાગ્યે ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને અનુભવી શ્રીલંકાના સ્પિનર ??મુથૈયા મુરલીધરને ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ, ICC ના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસ પણ હાજર હતા. આ સાથે જ આજથી ૧૦૦ દિવસનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે સમગ્ર ODI વર્લ્ડ કપ ભારતની ધરતી પર રમાશે. ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ૮ ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં અડચણ ઊભી કરી હતી. પીસીબી ભારત સામેની અમદાવાદની મેચને અન્ય સ્થળે શિફ્ટ કરવાની માંગ કરી રહી હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન, બેંગલુરુ અને ચેન્નાઈ સામેની પોતાની મેચોના સ્થળ બદલવાની પણ વાત કરી રહ્યો હતો. પીસીબીની સંમતિ બાદ બીસીસીઆઈએ પણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે.
હવે બરાબર ૧૦૦ દિવસ બાદ ૫ ઓક્ટોબરે ક્રિકેટનો મહાકુંભ શરૂ થશે. ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને છેલ્લી વખતની રનર્સ અપ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ૮ ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૫ થી ૧૯ ઓક્ટોબરમાં અમદાવાદમાં મેચ રમાઈ શકે. આ તરફ હજુ વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કરાઈ છે અને ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત દરમિયાન નિવેદન આપીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કિંગ કોહલીએ કહ્યું છે કે તે મુંબઈમાં વર્લ્ડ કપ રમવા માટે ઉત્સુક છે. મુંબઈમાં રમવું તેના માટે શાનદાર અનુભવ હશે.