BCCI એ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતની ૧૭-સભ્યોની ODI ટીમની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૩ મેચની ODI સિરીઝ રમાશે, જે ૨૭ જુલાઈથી શરૂ થશે. વનડે ટીમમાં વિકેટકીપર સંજુ સેમસન સેમસન સહિત ઘણા ખેલાડીઓની વાપસી થઈ છે. ઓપનર રુતુરાજ ગાયકવાડ અને ઉમરાન મલિક પણ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે, જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે. આગામી વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરવામાં આવી છે. સંજુ સેમસન સિવાય ઈશાન કિશન ટીમમાં બીજા વિકેટકીપર તરીકે હાજર છે.
સ્પિન વિભાગમાં અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની સાથે રવીન્દ્ર જાડેજા હશે, જ્યારે ઝડપી બોલરોના વિકલ્પ તરીકે જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર હાજર રહેશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતની ODI ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.