૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કેનેડા ક્રેડિટ રીવરના એલ્ડોરાડો પાર્ક ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો અને હરિભકતોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે અને વિશ્વભરમાં દર વર્ષે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજ હાલમાં નોર્થ અમેરિકા એટલે કે કેનેડામાં છે, ત્યારે કેનેડા ક્રેડિટ રીવરના એલ્ડોરાડો પાર્ક ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો હરિભક્તોએ યોગાસન, પદ્માસન તેમજ તાળી યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. તાળી પાડવી તે એક પ્રકારનો યોગ છે. તાળી વગાડવાથી બ્લડ સર્ક્યુલેશનમાં વધારો થાય છે, શરીરના તમામ અંગો એક્ટિવ થઈ જાય છે અને ઝડપથી કામ કરવા લાગે છે. એટલું જ નહીં, તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. આમ, અનેક પ્રકારના યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી હતી. તેમજ લંડન મણિનગર સ્વામિનારાયણ હાઇસ્કૂલ, મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ વગેરે સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.