વડોદરામાં ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા બે મેડિકલ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાવપુરમાં આવેલા નાગરાજ મેડિકલ સ્ટોર અને એટીસી મેડિકેરમાં ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મલ્ટી વિટામિન ટેબ્લેટમાં ડ્રગ્સ કન્ટેન મળતા જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.લીફર ટેબ્લેટમાં ડ્રગ્સનું કન્ટેન ગેરકાયદે મળી આવ્યુ હતુ. મલ્ટી વિટામિન ખોરાકમાં માત્ર ખાદ્ય ઘટકો હોવા જોઈએ તેના સ્થાને ડ્રગ કન્ટેન મળી આવ્યુ હતુ. શંકાસ્પદ મલ્ટી વિટામિન ટેબ્લેટ અને સિરપના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદની રત્નરાજ ન્યૂટ્રા સાયન્સ અને વટવાની ઝીઓન બાયોટેકમાં ઉત્પાદન થાય છે. રિપોર્ટ આવ્યા બાદ ઉત્પાદક અને વિક્રેતા પર કાર્યવાહી થાય તેવી શકયતા છે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more