નવા અને યુવા વર્ગને ડ્રાઇવરની સિટ પર મુકવાના હેતુથી નવીન ટેકનોલોજી તરફ લઇ જવાના ઉદ્દેશ સાથે, Škoda ઓટો ઇન્ડિયાએ Škodaverse ઇન્ડિય. સાથે વૈશ્વિક વેબ 3.0 પહેલ કરવાની આગેવાની લીધી છે. વૈશ્વિક Škodaverse પહેલનો એક ભાગ એવી, Škodaverse ઇન્ડિયા એક એવા પ્લેટફોર્મ સાથે શરૂ થાય છે જે વપરાશકર્તાઓને NFT (નોન-ફંજીબલ ટોકન)ની ઓનલાઇન શોધખોળ કરવા, ખરીદવા અને વેપાર કરવા માટે સક્ષમ બનાવે છે. આ પહેલ Škoda નિષ્ઠાવાનોનો એક સમુદાય ઊભો કરવા માગે છે જેથી બ્રાન્ડ સાથે લોકોને સાંકળ શકાય, સહયોગી બનાવી શકાય અને લાંબા ગાળાનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાય.
Škoda ઓટો ફોક્સવેગન ઇન્ડિયાના સેલ્સ, માર્કેટિંગ અને ડિજીટલના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી ક્રિશ્ચીયન કાન વોન સીલેનએ જણાવ્યુ હતુ કે,“Škodaverse ઇન્ડિયા સર નહી કરાયેલી ડિજીટલ પ્રદેશમાં પ્રવેશને અંકિત કરે છે. આ ફક્ત અસાધારણ ડિજીટલ અસ્કયામતોનું સર્જન કરવા વિશે જ નથી પરંતુ તે સમુદાય સાથે ગાઢ જોડાણ કરવા વિશે છે જે બ્રાન્ડ માટેના અડગ જુસ્સાની અભારતમાં તેની પહેલની વહેંચણી કરે છે. તે વધુમાં કાર્બન ન્યૂટ્રલ બ્લોકચેઇન ટેકનોલોજીનો લાભ ઉઠાવીને અમારી ટકાઉતા અને નવીનતાની પ્રતિબદ્ધતાનું પણ પ્રદર્શન કરે છે જે સુરક્ષિત, પારદર્શક અને વિકેન્દ્રિત વ્યવહારો સક્ષમ બનાવે છે.”
NFT એ માલિકીનું ડિજિટલ પ્રમાણપત્ર છે જે વિશિષ્ટ ઓળખકર્તા તરીકે કાર્ય કરે છે જેની નકલ કરી શકાતી નથી, બદલી શકાતી નથી અથવા પેટાવિભાજિત કરી શકાતી નથી. તેને બ્લોકચેઇન પર રેકોર્ડ કરવામાં આવે છે અને અધિકૃતતાના પ્રમાણપત્રો તેમજ માલિકી તરીકે ઉપયોગમાં લેવાય છે. NFT એ ઇમેજ, વિડિયો, સાઉન્ડ અથવા અન્ય કોઈપણ સર્જનાત્મક ડિજિટલ સ્વરૂપ તેમજ ટિકિટ અને સભ્યપદ પાસ હોઈ શકે છે.
Škoda ઇન્ડિયાના તમામ ઉત્સાહીઓની સાર્વત્રિક સહભાગિતાને સક્ષમ કરવા માટે, Škodaverse ઇન્ડિયા NFT પ્લેટફોર્મ ક્રિપ્ટો કરન્સી તેમજ રૂપિયા, ડોલર, યુરો અને અન્ય ફિયાટ કરન્સી દ્વારા NFTની ખરીદીને સક્ષમ કરશે. એક માર્ગદર્શક સ્ટાર તરીકે ટકાઉપણું જાળવી રાખીને, NFTsનો પ્રથમ સંગ્રહ NEARProtocol પર બનાવવામાં આવશે, જે સાઉથ પોલ દ્વારા પ્રમાણિત કાર્બન ન્યુટ્રલ પ્રોજેક્ટ છે.
પ્લેટફોર્મ એક શાર્ડેડ, પ્રૂફ-ઓફ-સ્ટેક, લેયર-વન બ્લોકચેઇન પર છે જે ઉપયોગીતા માટે રચાયેલ છે.
Škoda ઓટો ઈન્ડિયા સૌથી મોટી બ્લોકચેન કન્સલ્ટિંગ કંપની એન્ટિઅરના સહયોગમાં તેની વેબ 3.0 વ્યૂહરચના શરૂ કરી રહી છે, જે NFTs બનાવવા અને મુદ્રાંકન કરવાની વ્યાપક નવીનતા-કેન્દ્રિત પ્રક્રિયાઓનું પણ નેતૃત્વ કરી રહી છે.
દરેક NFT સંગ્રહની ઉચ્ચ-ગુણવત્તાવાળા અને આકર્ષક અનુભવની ખાતરી કરવા માટે રચના કરવામાં આવશે, જે વપરાશકર્તાઓને અનન્ય સંગ્રહ પ્રાપ્ત કરવા, વિશિષ્ટ અનુભવોને અનલૉક કરવા અને બ્રાન્ડ સાથે ગાઢ સંબંધ બનાવવા માટે સક્ષમ બનાવે છે. skodaverse ઈન્ડિયા પ્લેટફોર્મ, https://skodaverseindia.co.in, NFTs બનાવવા અને વેચાણ પર અપડેટ્સ સાથે સાઇન ઇન કરવા, પ્રોફાઇલ બનાવવા અને જાળવવાની સુવિધા આપે છે. skoda ઓટો ઈન્ડિયા તેના skodaverse ઈન્ડિયા ડિસ્કોર્ડ (https://discord.gg/8rEJN9CzNt), સ્કોડાવર્સ ઈન્ડિયા ટેલિગ્રામ (https://t.me/skodaverseindia) અને સ્કોડાઈન્ડિયા ટ્વિટર દ્વારા અને (https://twitter.com/SkodaIndia)) સોશિયલ નેટવર્ક એકાઉન્ટ્સ પર ઉપયોગિતાઓ પર નિયમિત અપડેટ્સ પણ રિલીઝ કરશે.