ક્રિકેટના મેદાનમાં અનન્ય કાબેલિયત માટે જાણીતા ચેતેશ્વર પૂજારાએ ફાધર્સ ડે પર પોતાની અત્યંત સંવેદનશીલ બાજુ રજૂ કરીને દુનિયાભરના ચાહકોનાં મન જીતી લીધાં છે. #મેનઈનફટુકેર શીર્ષક હેઠળ ડોવ મેન+કેર્સ ફાધર્સ ડે કેમ્પેઈનના ભાગરૂપે ભાવનાત્મક વિડિયોમાં આ નામાંકિત બેટ્સમેને પોતાના જીવન પર પિતાનો મજબૂત પ્રભાવ અને તેમની પાસેથી કાળજી લેવાની ખરા અર્થમાં ખૂબીઓ શીખી તે વિશે મજેદાર વાત કરી છે.
રચનાત્મક વર્ષોમાં માતાને અકાળે ગુમાવ્યા પછી ચેતેશ્વર અને તેના પિતાએ એકબીજાના સંગાથમાં હૂંફ મેળવી છે. સુંદર સવારની વિધિ આ જોડાણને વધુ મજબૂત બનાવે છે, જે કૃતિએ આજ સુધી ચેતેશ્વરના સંપૂર્ણ જીવનને બાંધી રાખ્યું છે. રોજ સવારે તેના પિતા ટેબલ પર નાસ્તો ગોઠવે છે, જેમાં તેની પસંદગીની પ્લેટ્સથી લઈને ગ્લાસ ધી બધું જ અચૂક રીતે ગોઠવવામાં આવે તેની ખાતરી રાખે છે, જેથી આગળનો તેનો આખો દિવસ સુધરી જાય. પૂજારાને ગર્વ છે કે આ સાદગીપૂર્ણ કૃત્ય તેને સતત અને બિનશરતી કાળજીનો અસલ અર્થ બતાવે છે.
આ વિડિયો એ યાદ અપાવે છે કે આ મજબૂત ક્રિકેટરની પાછળ એવો એવો પુરુષ છે, જેના ચારિત્ર્ય બેસુમાર પ્રેમ અને પિતાના માર્ગદર્શનથી ઘડાયું છે. તો આવા જ કાળજીનાં સાદા કૃત્ય સાથે બાળકોના જીવનમાં અમીટ છાપ છોડનારા બધા પિતાઓને સલામ છે.
ચેતેશ્વરનો વિડિયો અહીં જુઓઃ
https://www.instagram.com/reel/CtnnaX4t2D-/?igshid=MWQ1ZGUxMzBkMA%3D%3D