દુબઈ સ્થિત વિમાન કંપની ફ્લાયદુબઈ દ્વારા આજે કામગીરીનાં 14 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યાં. 1લી જૂન, 2009ના રોજ આ વિમાન કંપનીના પ્રથમ પ્રવાસીઓએ દુબઈથી બીરૂતના માર્ગ પર આરંભિક ફ્લાઈટ એફઝેડ 157માં પ્રવાસ કર્યો હતો. તે પછી ફ્લાયદુબઈ લોકો પ્રદેશમાં જે રીતે પ્રવાસ કરે છે તે પદ્ધતિ બદલી નાખી છે, જેને લઈ પ્રવાસીઓ વધુ વારંવાર વધુ સ્થળો ખાતે પ્રવાસ કરી શકે છે.
એરલાઈન્સની 14મી એનિવર્સરી પર બોલતાં ફ્લાયદુબઈના ચેરમેન સન્માનનીય શેખ અહમદ બિન સઈદ અલ મકતુમે જણાવ્યું હતું કે: “ફ્લાયદુબઈ દુબઈથી અગાઉ પહોંચી નહીં શકાયેલાં સ્થળો ખોલવામાં આગેવાન રહી છે, જેને લઈ વેપાર અને પર્યટનનો પ્રવાહ વધ્યો છે અને અલગ અલગ દેશના લોકો વચ્ચે સાંસ્કૃતિક અને સામાજિક જોડાણ મજબૂત બન્યું છે.
ફ્લાયદુબઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઘૈથ અલ ઘૈથે જણાવ્યું કે: “14 વર્ષ પૂર્વે અમારી પ્રથમ ફ્લાઈટનું પ્રવાસને વધુ પહોંચક્ષમ બનાવવાની, દુબઈનાં આર્થિક અને પર્યટનનાં લક્ષ્યોને પહોંચી વળવાની અને અમે જે પણ કરીએ તેના હાર્દમાં પ્રવાસીઓને રાખવાની કટિબદ્ધતા સાથે ઉડાણ કર્યું હતું. અમે તે સમયથી લાંબી મજલ મારી છે અને બદલાતી બજાર અને ગ્રાહકોની જરૂરતો અનુસાર પોતાની અંદર બદલાવ લાવ્યો છે. અમે દુબઈની ઉડ્ડયનની સફળતાની ગાથામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને અપેક્ષાઓને પાર કરવા અને પ્રદેશમાં પ્રવાસની જૂની ઘરેડને પડકારવા માટે એકંદર ગ્રાહક અનુભવમાં અમારી સંચાલન કાર્યક્ષમતાઓને વધુ સુધારવા માટે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.”
“અમારી તાજેતરની વિક્રમી નાણાકીય કામગીરી, અમારા સાથીઓ અને પ્રોડક્ટ ઈનોવેશનમાં અમારું એકધાર્યું રોકાણ અને મોજૂદ ભરતીની ઝુંબેશ અમે નવી ઊંચાઈએ પહોંચવા માટે કેટલા મજબૂત સ્થાને છીએ તેના મુખ્ય સંકેતકો છે. અમે હાંસલ કરીએ તે દરેક નવી સિદ્ધિ એકધારી સખત મહેનત અને ફ્લાયદુબઈ ખાતે દરેક પ્રત્યે કટિબદ્ધતા સાથે જ શક્ય છે,” એમ અલ ઘૈથે ઉમેર્યું હતું
ફ્લાયદુબઈએ તેની સંચાલન કાર્યક્ષમતા અને મજબૂત વેપાર મોડેલને આભારી પડકારજનક સમયમાં પણ સુચારુ સેવા આપવાનું ચાલુ રાખવાની અને નિર્ણયાત્મક પગલાં લેવાની ક્ષમતા સિદ્ધ કરી છે. એરલાઈને મહામારી દરમિયાન પડકારોમાં જે રીતે સંચાલન કર્યું તેની પરથી આ સિદ્ધ થાય છે. તેણે કાર્યબળને જાળવી રાખ્યું, તેનું નેટવર્ક વધારવાનું ચાલુ રાખ્યું અને વિક્રમી સમયમાં પૂર્વ-મહામારી સમયમાં પાછી આવી છે. આ બધું જ તેનાં આંતરિક સંસાધનોને આધારે હાંસલ કરવામાં આવ્યું છે.
અમે ફ્લાયદુબઈની તેની ચૌદમી એનિવર્સરી નિમિત્તે અભિનંદન આપીએ છીએ અને સફળતાને શક્ય બનાવવા માટે આખી ટીમની સખત મહેનત અને સમર્પિતતાની સરાહના કરીએ છીએ. અમે યુએઈની આગેવાનીના વિઝનની રેખામાં ભવિષ્યમાં વધુ સફળતા હાંસલ કરવા માટે ઉત્સુક છીએ.
14 વર્ષમાં એરલાઈને ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં સમાવિષ્ટ છેઃ
- ઈટાલીથી થાઈલેન્ડ સુધી 52 દેશમાં 120 સ્થળે નેટવર્ક નિર્માણ કર્યું.
- અગાઉ દુબઈ સુધી સીધી હવાઈ લિંક નહોતી અથવા દુબઈથી યુએઈની રાષ્ટ્રીય વિમાન કંપની દ્વારા પહોંચી શકાયું નહોતું તેવા 75થી વધુ નવા માર્ગો ખોલ્યા.
- કાર્યબળમાં 136 રાષ્ટ્રના પ્રતિનિધિત્વ સાથે લગભગ 5000 કુશળ વ્યાવસાયિકો સુધી વૃદ્ધિ કરી છે.
- તેનો કાફલો 78 બોઈંગ 737 એરક્રાફ્ટ સુધી પહોંચાડ્યો છે.
- 90 મિલિયનથી વધુ પ્રવાસીઓને પ્રવાસ કરાવ્યો.