અદાણી ગ્રુપના તારણહાર બની રહેલા રાજીવ જૈને કંપનીઓમાં રોકાણ ચાલુ રાખ્યું છે. રાજીવ જૈન, જેમણે માર્ચના પ્રથમ સપ્તાહમાં રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું, ત્યારથી તેમણે $૩૩૦ મિલિયનથી $૫૩૦ મિલિયન એટલે કે રૂ. ૪,૧૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ય્ઊય્ પાર્ટનર્સના ચેરમેન રાજીવ જૈનના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રૂપની કંપનીઓમાં તેમની કુલ શેરહોલ્ડિંગ ૩ માર્ચથી વધુ છે. હાલમાં તેમનું કુલ રોકાણ $૨.૨ બિલિયનથી વધીને $૨.૪ બિલિયન થઈ ગયું છે. ૨ માર્ચે, અદાણી ગ્રૂપે ખુલાસો કર્યો હતો કે ય્ઊય્ એ અદાણી એન્ટરપ્રાઇઝિસ ($૬૬૦ મિલિયન), અદાણી પોર્ટ્સ ($૬૪૦ મિલિયન), અદાણી ટ્રાન્સમિશન ($૨૩૦ મિલિયન) અને અદાણી ગ્રીન એનર્જી ($૩૪૦ મિલિયન) માં ૧.૮૭ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ય્ઊય્ એ ઓપન માર્કેટમાંથી પણ અદાણીના શેર ખરીદ્યા કે કેમ તે અંગે જૈને ટિપ્પણી કરી ન હતી. તેમણે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે પાંચ વર્ષમાં અદાણી પરિવાર પછી વેલ્યુએશનના આધારે અદાણી ગ્રુપમાં સૌથી મોટા રોકાણકારોમાંના એક બનવા માંગીએ છીએ. છેલ્લા કેટલાક મહિનામાં અદાણી ગ્રુપના શેરમાં તેજી જોવા મળી છે.
અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ગ્રીનના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. જેના કારણે GQG રૂ. ૧૫,૦૦૦ કરોડના રોકાણનું મૂલ્ય વધીને રૂ. ૨૪,૪૧૪.૫૯ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન GQG રોકાણ મૂલ્યમાં ૫૮ ટકાનો વધારો થયો છે. એક મ્યુચ્યુઅલ ફંડ મેનેજરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપમાં ય્ઊય્નું રોકાણ અન્ય રોકાણકારોમાં પણ વિશ્વાસ જગાડશે.
અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટ્રાન્સમિશનના બોર્ડે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા અનુક્રમે રૂ. ૧૨,૫૦૦ કરોડ અને રૂ. ૮,૫૦૦ કરોડ એકત્ર કરવાનો ઠરાવ પસાર કર્યો છે. અદાણી ગ્રીને બોર્ડ સમક્ષ આવો જ પ્રસ્તાવ મૂક્યો છે. જાન્યુઆરીમાં અદાણી એન્ટરપ્રાઇઝે શેર વેચીને રૂ. ૨૦,૦૦૦ કરોડ એકત્ર કરવા માટે FPO લોન્ચ કર્યો હતો. હિંડનબર્ગ રિસર્ચના ૨૪ જાન્યુઆરીના અહેવાલ પછી સ્ટોકમાં થયેલા ઘટાડાને કારણે ૧ ફેબ્રુઆરીએ FPO પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.