દિલ્હીના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહિલ દ્વારા ર્નિદયતાથી છરીના ઘા મારીને હત્યા કરાયેલી ૧૬ વર્ષની છોકરીની પોલીસે ઓળખ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી સાહિલ યુવતીનો બોયફ્રેન્ડ હતો. તેની ઉંમર ૨૦ વર્ષ છે. સાહિલ અને યુવતી વચ્ચે સંબંધ હતા, પરંતુ રવિવારે બંને વચ્ચે ફોન પર કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, જેના કારણે સાહિલ ગુસ્સે થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે, રાત્રે યુવતી તેના મિત્રના પુત્રની બર્થડે પાર્ટીમાં ભાગ લેવા જઈ રહી હતી. ઝઘડા દરમિયાન યુવતીએ આ વાતની માહિતી સાહિલને આપી હતી. તેથી જ સાહિલ જાણતો હતો કે તે કયા રસ્તે જશે. પોલીસે જણાવ્યું કે, સાહિલે યુવતીની હત્યા કરવાની યોજના બનાવી હતી. પ્લાનિંગ મુજબ સાહિલ પહેલા તેને રસ્તામાં રોકે છે. આ પછી, તે તેના પર છરી વડે ઉપરા ઉપરી કુલ ૩૬ વાર છરીના ઘા મારીને હુમલો કર્યો.પોલીસે જણાવ્યું કે પછી સાહિલ નજીકમાં રાખેલો એક પથ્થર લઈ લે છે, જેનાથી તે યુવતીને કચડી નાખે છે.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી.જોકે હવે આરોપી ૨૦ વર્ષીય સાહિલની ધરપકડ કરવામાં આવી છે. તે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી પકડાયો છે.સાહિલની બહેનોએ થોડા મહિના પહેલા કહ્યું હતું કે, “તું છોકરીના અફેરમાં બરબાદ થઈ જઈશ, તને છોડીને જતી રહેશે.” હવે જ્યારે સાહિલ પર ૧૬ વર્ષની છોકરી સાથેની માથાકૂટ બાદ હત્યાના સીસીટીવી સામે આવતા તેના પર ગંભીર આરોપ લાગ્યો છે. સાહિલને તેની બંને બહેનોએ આપેલી સલાહ સાચી સાબિત થઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પછી પણ સાહિલ ૨-૩ વર્ષથી યુવતી સાથે લિવ-ઈનમાં રહેતો હતો. સાહિલે બંને બહેનોની વાત ન સાંભળી જેનું પરિણામ આજે સામે છે. ખરાબ સંબંધને કારણે સાહિલે પોતે જ તે છોકરીની હત્યા કરીને પોતાને બરબાદ કરી લીધો છે, જેની પાસેથી તેની બહેનો ઘણા મહિના પહેલા સાહિલને દૂર રહેવાની સલાહ આપી રહી હતી. સાહિલ અને છોકરી વચ્ચેના સંબંધો વિશે બહેનોને શું લાગ્યું, જેના કારણે તેઓએ સાહિલને તરત જ છોકરીથી અલગ થવાની સલાહ આપવાનું શરૂ કર્યું? સાહિલ ફ્રિજ મિકેનિક છે, પિતા વેલ્ડીંગની દુકાન ચલાવે છે.. તેમ પૂછતાં પોલીસ અને પરિવારજનો કંઈ કહેવા તૈયાર નથી.
બીજી તરફ શાહબાદ ડેરી પોલીસના જણાવ્યા અનુસાર સાહિલ બે બહેનનો એક માત્ર ભાઈ છે. તે વ્યવસાયે ફ્રિજ મિકેનિક છે, જ્યારે તેના પિતા સરફરાઝ વેલ્ડીંગનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલ સાક્ષીની મિત્રતાથી એટલી હદે ત્રાસી ગયો હતો કે તે તેના પરિવારથી દૂર રહેવા તૈયાર હતો.