સરકાર જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલ આંકડાને વોટર્સ લિસ્ટ સાથે જોડવા માટે સંસદમાં એક બિલ લાવવાની યોજના બનાવી રહી છે. ભારતમાં રજીસ્ટર જનરલ અને સેન્સસ કમિશ્નરના કાર્યાલય જનગણના ભવનનું ઉદ્ધાટન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વસ્તી ગણતરી એક એવી પ્રક્રિયા છે, જે વિકાસના એજન્ડાનો આધાર બની શકે છે. તેમણે કહ્યું કે, ડિજિટલ, પૂર્ણ અને સટીક વસ્તીગણતરીના આંકડાને બહુઆયામી લાભ થશે. વસ્તી ગણતરીના આંકડા પર આધારિત યોજનાથી આ ખરાઈ થાય છે કે, વિકાસ ગરીબથી ગરીબ વ્યક્તિ સુધી પહોંચશે. શાહે એવું પણ કહ્યું કે, જો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રના આંકડાને ખાસ રીતે સંરક્ષિત કરવામાં આવે તો, વિકાસ કાર્યોની સમુચિત યોજના બનાવી શકાય છે. અમિત શાહે કહ્યું કે, મૃત્યુ અને જન્મ રજિસ્ટરને વોટર્સ લિસ્ટ સાથે જોડવાને લઈને એક વિધેયક સંસદમાં રજૂ કરવામાં આશે.
આ પ્રક્રિયા અંતર્ગત જ્યારે કોઈ વ્યક્તિ ૮ વર્ષનું થશે, તો તેનું નામ આપોઆપ મતદાર યાદીમાં સામેલ થઈ જશે. આવી જ રીતે કોઈ વ્યક્તિનું મોત થવા પર તેની જાણકારી આપોઆપ ચૂંટણી પંચ પાસે આવી જશે, જેને મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, જન્મ અને મૃત્યુ રજીસ્ટર અધિનિયમ ૧૯૬૯માં સંશોધન બિલથી ડ્રાઈવિંગ લાયસન્સ અને પાસપોર્ટ જાહેર કરવા, લોકોને સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા સંબંધિત કેસ વગેરેમાં સુવિધા થશે. શાહે કહ્યું કે, જો જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રના આંકડાને ખાસ રીતે સંરક્ષિત કરવામાં આવે તો, વસ્તીગણતરીની વચ્ચેના સમયમાં અનુમાન લગાવીને વિકાસ કાર્યોની યોજનાને યોગ્ય રીતે કરી શકાય છે.
૧૩