વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન ભારતીય પીએમ એ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે કોઈ પણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી.આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડા પ્રધાન અલ્બેનીઝનો આભાર માનું છું. પીએમ મોદીએ કહ્યું કે તેમણે મને ફરી એકવાર ખાતરી આપી છે. તેઓ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોનો પરિપ્રેક્ષ્ય માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નથી. તે પ્રાદેશિક સ્થિરતા, શાંતિ અને વિશ્વ કલ્યાણ સાથે પણ સંકળાયેલું છે.તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ખાલિસ્તાની અલગાવવાદીઓએ ઓસ્ટ્રેલિયામાં સ્થિત ઘણા હિન્દુ મંદિરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલા મેલબોર્ન અને બ્રિસ્બેનમાં થયા હતા. ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર પર ૪ માર્ચે હુમલો થયો હતો. હુમલાની સાથે ખાલિસ્તાની અલગતાવાદીઓએ મંદિરની દિવાલો પર વાંધાજનક પેઇન્ટિંગ પણ કર્યું છે. આ હુમલો ત્યારે થયો જ્યારે શનિવારે સવારે લોકો મંદિરમાં પૂજા કરવા આવ્યા હતા. બદમાશોએ મંદિરની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને ‘આતંકવાદ’, ‘શીખ ૧૯૮૪ હત્યાકાંડ’ જેવા શબ્દો લખ્યા હતા.
મેલબોર્નમાં ૧૫ દિવસમાં ૩ હિંદુ મંદિર પર હુમલો.. તે જાણો.. આ પહેલા ખાલિસ્તાન સમર્થકોએ બ્રિસબેનના ગાયત્રી મંદિરમાં ધમકીભર્યા ફોન કર્યા હતા. એક વ્યક્તિએ મંદિરના પ્રમુખ ડૉ. જય રામને ફોન કરીને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવા બદલ ધમકી આપી હતી. એમ પણ કહ્યું કે હિંદુઓએ ખાલિસ્તાન માટે લોકમતનું સમર્થન કરવું જોઈએ.અગાઉ ૨૯ જાન્યુઆરીએ ખાલિસ્તાન સમર્થકોએ મેલબોર્નમાં ખાલિસ્તાન માટે લોકમત યોજવાની જાહેરાત કરી હતી. જ્યારે ભારતીયોએ તેનો વિરોધ કર્યો હતો. તો ખાલિસ્તાની સમર્થકોએ હિંસા આચરી હતી.૧૭ જાન્યુઆરીએ મેલબોર્નના સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો હતો. મંદિરની દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. અગાઉ વિક્ટોરિયામાં પણ મંદિરો પર હુમલા થયા હતા. આ હુમલાઓ બાદ ઓસ્ટ્રેલિયન સરકારે આવા જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.