UPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામ ૨૦૨૨નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ઇશીતા કિશોર, ગરિમા લોહિયા અને ઉમા હરાથીનો ટોપ થ્રીમાં સમાવેશ થયો છે. UPSCના પરિણામમાં ટોપ ૧૦માંથી ૬ મહિલા અને ૪ પુરુષ ઉમેદવારનો સમાવેશ થાય છે. ઇશીતા કિશોર ઇકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએટ છે અને તેમણે શ્રીરામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
UPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામના પરિણામમાં ગુજરાત પણ પાછળ નથી. અમદાવાદના સ્પીપાના સિવિલ સર્વિસીઝ એક્ઝામ ૨૦૨૨માં ૧૬ ઉમેદવારો સફળ થયા છે. અમદાવાદ સ્પીપાનો ઉમેદવાર અતુલ ત્યાગીએ ૧૪૫મો રેન્ક મેળવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં UPSC દ્વારા સિવિલ સર્વિસીઝની પરીક્ષા લેવાઈ હતી, જાન્યુઆરીથી મે મહિના દરમિયાન પર્સનાલિટી ટેસ્ટ યોજાયા હતા.
મહત્વનું છે કે, IAS, IFS, IPS તેમજ સેન્ટ્રલ સર્વિસીઝ ગ્રૂપ છ અને મ્ માટે ઉમેદવારોને એપોઇન્ટ કરાશે. સિવિલ સર્વિસીઝ એક્ઝામ ૨૦૨૨માં દેશભરમાંથી કુલ ૯૩૩ ઉમેદવારો સફળ થયા છે. જેમાં ૩૪૫ જનરલ, ૯૯ EWS, ૨૬૩ OBC, ૧૫૪ SC તેમજ ૭૨ જી્ કેટેગરીના ઉમેદવારો સફળ થયા છે. . IAS માટે ૧૮૦, IFS માટે ૩૮, IPS માટે ૨૦૦, સેન્ટ્રલ સર્વિસીઝ ગ્રૂપ છ માટે ૪૭૩ તેમજ ગ્રુપ B સર્વિસીઝ માટે ૧૩૧ ઉમેદવારોને સફળ જાહેર કરાયા છે.
UPSC ના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં ભાગ લેનાર ઉમેદવારો કમિશનની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in …h UPSC પર UPSC પરિણામ ૨૦૨૨ જોઈ શકે છે. UPSC એ ૨૪ એપ્રિલથી ૧૮ મે, ૨૦૨૩ સુધી ૫૮૨ ઉમેદવારો માટે ત્રીજા તબક્કાના વ્યક્તિગત ઇન્ટરવ્યુ લીધા હતા. હવે પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
UPSC પ્રિલિમ પરીક્ષાનું આયોજન ૫મી જૂન ૨૦૨૨ના રોજ કરવામાં આવ્યું હતું. જ્યારે, તેનું પરિણામ જૂનમાં બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં સફળ ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા ૧૬ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે, UPSC ઇન્ટરવ્યુ ૧૮ મે ૨૦૨૩ ના રોજ સમાપ્ત થયો. હવે ઉમેદવારોના અંતિમ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા છે.