મોબાઇલનો ઉપયોગ કરવો જેટલો આસાન છે એટલો જ ખતરનાક પણ છે, કારણકે તમારી પર્સનલ માહિતી મોબાઇલમાં હોય છે અને કોઇ તમારો ફોન જ ટ્રેક કરી રહ્યું હોય તો ? દરેક વસ્તુ ફોન ટ્રેક કરવા વાળાની પાસે પહોંચી જાય અને આ માહિતીનો ઉપયોગ કોઇ પણ કામ માટે કરી શકે. તમારી જાણબાર તમારી જ પર્સનલ માહિતીનો ઉપયોગ કોઇ અજાણ્યો શખ્સ કરી રહ્યો હોય જો એવુ તમને લાગે અથવા ક્યારેય પણ તમને એવુ લાગે કે તમારો ફોન ટ્રેક થઇ રહ્યો છે તો ખૂબ સરળતાથી આ તકલીફમાંથી નિકળી શકો છો.
- તમારા ફોનના ડાયલ પેડ પર જઇને ##002# ડાયલ કરીને એન્ટર કરી દો. જો કોઇએ તમારા ફોનની ફોરવર્ડ સેટીંગ સાથે રમત કરી હશે તો આ નંબર ડાયલ કરતાની સાથે જ તમારા ફોનની સેટીંગ ડિફોલ્ટ થઇ જશે.
- જો તમારા ફોનની રિ-ડાયરેક્ટ સેટીંગ સાથે કોઇએ છેડછાડ કરી હોય તો *#62# ડાયલ કરવાથી તમારી આ તકલીફથી પણ છુટકારો મળશે.
- જો તમારા ફોનના મેસેજ અને કોલ કોઇએ બીજા નંબર પર ડાઇવર્ટ કરી દીધા હોય તો *#21# ડાયલ કરવાથી તમારા ફોનની સેટિંગ ડિફોલ્ટ થઇ જશે. જેનાથી તમે તમારા ફોન અને મેસેજને સેફ રાખી શકો છો.
જો તમને જરા પણ એવુ લાગે છે કે તમારો ફોન ટ્રેક થઇ રહ્યો છે તો જલ્દી જ આ ઉપાયો અપનાવીને તમારા ફોનને સેફ કરી લો. ટેકનોલોજીની દુનિયા જેટલી સરળ છે એટલી જ ભયાનક પણ છે. તમારી એક ચૂકને કારણે ડેટા બીજા પાસે જતો રહે છે.